પોરબંદરના યાર્ડમા કેરીના ઢગલા કેમ ?
હાલ ઉનાળાનાં સમયમાં કેસર કેરીની આવક જાેવા મળતી હોય છે. પરંતુ કમોસમી વરસાદનાં ગ્રહણને કારણે કેરીની આવક થોડી મોડી થઈ છે. શરૂઆતમાં કેરીની આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. પરંતુ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં હાલ કેસર કેરીનાં ઢગલા જાેવા મળી રહ્યા છે. છેલ્લા બે-ચાર દિવસથી કેરીનાં પાંચ હજારથી પણ વધુ બોક્ષની આવક જાેવા મળી રહી છે. ગીર ઉપરાંત બરડાની કેસર કેરીની આવક જાેવા મળી રહી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software