પોરબંદર શહેર મા સ્ટ્રોમ વોટર ડ્રેઈન કામગીરી શહેરના વિવિધ વિસ્તારમા ચાલી રહી છે. આ કામગીરી બેદરકારી રીતે ચાલી રહી છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ શહેરના લાતી બજાર વિસ્તારમા આ કામગીરી શરૂ કરવામા આવી છે પરંતુ ખાડા ખોદી અને છેલ્લા એક સપ્તાહથી કામ અધુરૂ છોડી દેવામા આવતા સ્થાનીક વેપારીઓની હાલત કફોડી બની છે અને પાલિકાની બેદરકારી સામે આક્રોશ જાેવા મળી રહ્યો છે વેપારીઓના જણાવ્યા અનુ સાર ખાડા ખોદી ને કામ અધુરુ છોડી દેવામા આવ્યુ છે જેને કારણે તેમને કારણે રાહાદરીઓ અને વાહન ચાલકો તેમજ પશુઓ આ ખાડામા ખાબકે તેવો ભય સેવાઈ રહ્યો છે એટલુ જ નહીં ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડી રહી છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software