પોરબંદરમા ટ્રાફીકને લઈ શું છે સમસ્યા
પોરબંદર શહેરમા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીર શહેરના વિવિધ વિસ્તારોમા ચાલી રહી છે આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ટ્રાફીક સમસ્યાએ મો ફાડી ને ઉભી છેે આડધડ કાર પાર્કિગ કરવામા આવી રહ્યુ છે તેને કારણે પણ ટ્રાફીકની સમસ્યા જાેવા મળી રહી છે હાલ શહેરના હાર્દસમા સુદામાચોક વિસ્તારમા સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીરી ચાલી રહી છે એક સપ્તાહથી આ કામગીરી ચાલી રહી છે.જેને કારણે ખોજાખાના પાસેથી અને ઈન્દ્રપ્રસ્થવાળ રોડ ઉપરથી વાહનોની અવરજવર જાેવા મળી રહી છે અને ભારે ટ્રાફીક પણ જાેવા મળી રહ્યો છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software