પોરબંદરની ડીવાઈન સ્કુલમા દેશની સંસ્કૃતિના દર્શન
પોરબંદરનાં બોખીરા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત શૈક્ષણિક સંસ્થા ડિવાઈન પબ્લિક સ્કુલ બાળકોમાં શિક્ષણની સાથે-સાથે સંસ્કારનું પણ સિંચન કરે છે. આ શાળાનો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેનું સંચાલન આર.જે.વિરાજ દ્વારા આગવી શૈલીમાં કરવામાં આવ્યું હતુ. તો આ શાળાનાં ગુજરાતી અને ઈગ્લીંશ મીડીયમનાં વિદ્યાર્થીઓ દ્વારા દેશનાં વિવિધ પ્રાંતોની સંસ્કૃતિને ઉજાગર કરતા લોક નૃત્ય રજુ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. એલ.ઈ.ડી. સ્ક્રીન સાથે જળહળતાં સાસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software