બરડામા ઝુલતા વિજવાયરો મોત બનીને ત્રાટકે તેવો ભય
પોરબંદર જિલ્લાનાં બરડા પંથક વિસ્તારમાં પીજીવીસીએલનાં જીવતા વીજ વાયરો જુલાની જેમ ઝુલી રહ્યા છે. વીજ વાયરો બદલાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ કામગીરી થતી નથી તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. મોઢવાડા ગામનાં ખેડૂત આગેવાન હિતેષભાઈ મોઢવાડીયાએ સોશ્યલ મિડીયાનાં માધ્યમથી એવી રજૂઆતો કરી છે કે આમ તો બરડા પંથકનાં મોટા ભાગનાં ગામોમાં વીજ વાયરો બદલાવવામાં આવ્યા નથી. મોઢવાડાની વાત કરીએ તો કમીઆઈ ફીડરમાં વીજ વાયરો એટલા બધા નીચે છે કે ટ્રેકટર લઈને જવું પણ મુશ્કેલ બન્યુ છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software