સરકાર સાગરખેડુ ની તારણહાર બનશે..
પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ ની આગેવાની માં ભાજપ પ્રદેશ માછીમાર સેલ ના સંયોજક મહેન્દ્રભાઈ જુંગી ની મધ્યસ્થ થી સમગ્ર ગુજરાત ખારવા સમાજ માથી ૧૫ જેટલા આગેવાનો ની ટીમ ગાંધીનગર ખાતે સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ ના નિવાસ સ્થાને મળવા ગયેલ હતી. જેમાં માછીમારો ની વિવિધ સમસ્યાઓ નું નિવારણ લાવવા અંગે મુખ્યમંત્રી સાથે ખુબ જ વ્યવસ્થિત રીતે એક-એક મુદ્દાઓ ની ચર્ચા-વિચારણા થઈ હતી. અને ફીશરમેનો ની સમસ્યાઓ ની રજૂઆત કરવામાં આવેલ હતી. માછીમારો ને પડતી મુશ્કેલી અને સમસ્યાઓ ના દરેક મુદ્દા ને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software