Tag:Porbandar|

View All
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નરસંગ ટેકરી સહિત જુદા-...

પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે રાખવામાં આવતી સામગ્રી સામે કાર્યવાહી કરવા મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને કમિશનરશ્રી તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના મુજબ સેનિટેશન વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી.

સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન નરસંગ ટેકરી વિસ્તાર, તેમજ ચમ બંગલા પાસે અને ઓસીએનીક હોટેલ પાસેના વિસ્તારમાં ગેરવ્યવસ્થિત રીતે સંગ્રહ કરીને રાખવામાં આવેલ અંદાજે ૪૦ મણ જેટલો ઘાસચારો મળ્યો હતો. જાહેર જગ્યાનો ગેરઉપયોગ થતો હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા આ ઘાસચારો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જપ્ત કરાયેલો ઘાસચારો વ્યર્થ ન જાય તેમજ પશુઓના ઉપયોગમાં આવે તે હેતુથી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની સેનિટેશન ટીમે સ્થળ પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ કાર્યવાહી અમલમાં મૂકી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને જાહેર સ્થળોના સંરક્ષણ માટે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. શહેરના નાગરિકોને પણ જાહેર જગ્યાઓનો યોગ્ય ઉપયોગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.

Read More
kishan chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, ર...


પોરબંદર.તા.૨૩; પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ ની પેટા કલમ-૩ થી અન્વયે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.૨૫.૦૨.૨૦૨૬ થી તા.૧૦.૦3.૨૦૨૬ સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા મનાઇ ફરમાવવામાં આવી છે. આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો અને સરકારશ્રી તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી.આ જાહેરનામાં અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઇને મદદ કરનાર ગુન્હો સાબિત થયે સદરહુ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ મુજબ રૂા.૨૦૦/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યકિતને છ માસની સાદી કેદ અથવા રૂા.૨,૫૦૦/- સુધીના દંડ અથવા બંને શિક્ષા થઇ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતિ માટે કોઇપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઇ હુલ્લડ કરે કે બખેડો કરે તેવી વ્યકિતને એક વર્ષની કેદ અથવા રૂા.૫,૦૦૦/- (પાંચ હજાર) સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે.

Read More
kishan chauhan -Reporter
પોરબંદર આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવિંગ લાઈસન્સ ટેસ્ટ ટ...

પોરબંદર જિલ્લાના વાહનચાલકો તેમજ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા ઈચ્છુક અરજદારો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પોરબંદર ખાતે આવેલ ડ્રાઈવિંગ લાઈસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક આગામી તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી બંધ રહેશે.ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં હાલ મેન્ટેનન્સ (નિભાવણી) કાર્ય ચાલુ હોવાથી અગાઉ આ ટ્રેક તા.૦૧-૦૧-૨૦૨૬ થી તા.૨૩-૦૨-૨૦૨૬ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ચાલુ કામગીરીને ધ્યાનમાં લઈ આ અવધિ હવે લંબાવીને તા.૨૭-૦૨-૨૦૨૬ સુધી કરવામાં આવી છે. અને આ સમયગાળા દરમિયાન ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોઈપણ પ્રકારના ટેસ્ટ લેવામાં આવશે નહીં.

Read More
kishan chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં આંદોલન, દેખાવ, વિરોધ, પ્રદર્શન,...

પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) અન્વયે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

 

જાહેરનામા અનુસાર સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.૨૬.૦૧.૨૦૨૬ થી તા.૦૮.૦૨.૨૦૨૬ સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા મનાઇ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો તથા સરકારશ્રી તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી.આ જાહેરનામા અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઇને મદદ કરનાર ગુન્હો સાબિત થયે સદરહુ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ મુજબ રૂા.૨૦૦/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યકિતને છ માસની સાદી કેદ અથવા રૂા.૨,૫૦૦/- સુધીના દંડ અથવા બંને શિક્ષા થઇ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતિ માટે કોઇપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઇ હુલ્લડ કરે કે બખેડો કરે તેવી વ્યકિતને એક વર્ષની કેદ અથવા રૂા.૫,૦૦૦/- (પાંચ હજાર) સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે.

Read More
kishan chauhan -Reporter
ભાવસિંહજી હોસ્પિટલના ગુટલીબાજ એમડી તબીબો !!

      પોરબંદર સરકારી ભાવસિંહજી હંમેશા તબીબોની ધટ બાબતે વિવાદમો રહી છે. 

      હવે મેડીકલ કોલેજ કાર્યરત થયા બાદ તબીબો સંખ્યામા પણ વધારો થયો છે. કેટલાક ગુટલીબાજ તબીબોના કારણે આજે પણ દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. કેટલાક તબીબો  જવાબદાર અધિકારીઓનું સાંભળતા ન હોય તેવી ચર્ચાઓ થઇ રહી છે. આજે તારીખ 12-12-2024ના રોજ ભાવસિંહજી હોસ્પિટલના એનસીડી વિભાગ બહાર દર્દીઓની કતાર લાગી હતી અને અંદર જુનિયર ડોકટરો દર્દીઓની તપાસણી કરી રહ્યાં હતા. પરંતુ એમડી ડોકટરોની હાજરી જોવા  મળી ન હતી. દર્દીઓ પુછતા હતા કે ભાઇ એમડી ડોકટર આવશે તો બેસીએ પણ આહ્યાં તો રામ રાજ્યને પ્રજા સુખી જેવી સ્થિતિ હતી. જેમની ડયુટી હતી તે તબીબી હાજર ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા. આ મામલે જ્યારે એક ઉચ્ચ અધિકારીને પુછતા તેમણે તે તબીબને ફોન કર્યો પણ  તે સમયે તે તબીબે ફોન ઉપાડવાની તસ્તી ના લીધા નજરે પડયુ હતુ. પોરબંદરમા સરકારે મેડીકલ શરૂ કર્યા બાદ વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરી છે.પરંતુ કેટલાક ડોકટરો હોસ્પિટલમાં હાજર રહેતા નથી ને સરકારનો તગડો પગાર ખિસ્સામાં નાખતા હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ બાબતથી અજાણ છે કેમ ? વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની આશાએ પોરબંદર સહિત જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ કેટલાક એમડી ડોકટરો ફરજ પર હાજર રહેતા ન હોવાનું કહેવાય છે.

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા ટયુશન કલાસીસના સંચાલકે શુ કર્યા કાળા કરત...

      પોરબંદરમા ટયુશન કલાસીસના સંચાલકે શુ કર્યા કાળા કરતુત પોરબંદરમા ટયુશન કલાસીસની ઘટના ચર્ચામા કલાસીસના સંચાલકે કરી છાત્રાની છેડતી એકસ્ટ્રા કલાસીસમા બોલાવી કરી છેડતી કલાસીસના સંચાલક સામે પોલીસ ફરીયાદ એનએસયુઆઇ એ પણ કડક સજાની માંગ કરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદર પાલિકામા શુ બની ઘટના જે ચર્ચાનો વિષય બની

      પોરબંદર પાલિકામા શુ બની ઘટના જે ચર્ચાનો વિષય બની પોરબંદર પાલિકા પ્રમુખને ધમકી આપનાર ઝડપાયો ધમકી આપનાર બન્ટુ ગોરાણીયા ઝડપાયો દોઢ માસ બાદ આરોપી ઝડપાયો બન્ટુ ગોરાણીયાને લઇ પોલીસ પાલિકાએ પહોંચી મહિલા પ્રમુખ ડો ચેતનાબેન તિવારીની માંફી માંગી બન્ટુ ગોરાણીયાની પોલીસે કરી પુછપરછ

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા પુષ્ય નક્ષત્રમા માત્ર શુકનવંતી ખરીદી

      પોરબંદરમા પુષ્ય નક્ષત્રમા માત્ર શુકનવંતી ખરીદી પોરબંદરમા પુષ્ય નક્ષત્રમા શુકનવંતી ખરીદી લોકોને આજે ખરીદી કરી શુકન સાચવ્યુ મોટ શો રૂમમા ખરીદીનો માહોલ નાના વેપારીઓને ત્યાં ખરીદી નહીવત સોનાની બુટ્ટી,વીંટી સહિતની ખરીદી કરી

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમા કેવુ છે જુઓ

      પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમા કેવુ છે જુઓ પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમાનો પ્રારંભ ખાપટ ખાતે બનાવામા આવ્યુ ત્રણ સ્ક્રીનવાળુ સિનેમા ઉદઘાટન પ્રસંગે કલેકટર અને એસપી સહિતના મહાનુભાવો કેશુભાઇ ઓડેદરા ઓડેદરા વર્ષોથી સિનેમાના વ્યવસાય સાથે જોડાયેલા છે પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા ખાસ ઉપસ્થિત શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિત પોરબંદરને મેગા સીટી જેમ પોરબંદરને પણ મલ્ટીપ્લેક્ષ સિનેમાની ભેટ

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદર પાલિકાના પ્રમુખ પાણીના પ્રશ્ને કેમ આકરા પા...

      પોરબંદર પાલિકાના પ્રમુખ પાણીના પ્રશ્ને કેમ આકરા પાણીએ જુઓ.. પોરબંદરમા પાણી વહેંચનાર સામે કાર્યવાહી બોખીરા વિસ્તારમા પાણી વહેંચનારા સામે કાર્યવાહી ભુર્ગભમાંથી પાણી ખેંચી પાણીનો વેપલો કરતા હતા પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી આકરા પાણીએ પાણી વહેંચાનારા સામે કાર્યવાહી કરવામા આવી નોટીશ બાદ પણ પાણી વહેંતા કાર્યવાહીમ કરવામા આવી ભુગર્ભમા આડા બોર કરી અને પાણી ખેંચતા હતા સ્થાનીકોના બોરના પાણી બગડી જતા મુશ્કેલી વેઠતા હતા

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદર શહેરમા કેવો વિકાસ થશે

      પોરબંદર શહેરમા કેવો વિકાસ થશે પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડ મળી પોરબંદર શહેરના વિકાસના અનેક કામોને મંજુરી પાંચ કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવામા આવશે નવા રસ્તા બનાવામા આવશે નવા વિકસીત વિસ્તારામો ભુગર્ભ ગટર બનાવામા આવશે

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા યુવાનની હત્યામા કેટલા આરોપી પોલીસના સંકજ...

      પોરબંદરમા યુવાનની હત્યામા કેટલા આરોપી પોલીસના સંકજામા પોરબંદરમા નવરાત્રીમા યુવાનની હત્યાનો મામલો બે દિવસ પૂર્વ સામાન્ય બાબત યુવાનની હત્યા સરમણ ઓડેદરા નામના યુવાની હત્યા આઠથી નવ જેટલા લોકોએ ધોકા લઇ તુટી પડયા ગરબીમા ઇનામ આપવાના મનદુ:ખને લઇ હત્યા પોલીસ ચાર જેટલા શખ્સોની કરી અટકાય

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા મહેર સમાજનો રાસ ઉત્સવ સુવર્ણ પ્રકાશથી કે...

      પોરબંદરમા મહેર સમાજનો રાસ ઉત્સવ સુવર્ણ પ્રકાશથી કેમ ઝગમગી ઉઠયો પોરબંદરમા ઇન્ટર નેશનલ મહેર સમાજ દ્રારા રાસોત્સવ પાંચમા નોરતે મહેર સમાજના ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે રાસ ભાઇઓએ મણિયારો રાસ રજુ કર્યો તો બહેનોએ રાસડા આજ યુવામા પણ મહેર સમાજની પરંપરા યથાવત મહેર જ્ઞાતિના પુસ્તકનુ વિમોચન કરવામા આવ્યુ વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિતી જય લીરબાઇમા અને પુતીઆઇનો ઉદઘોસ

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ

      પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાચીન ગરબીનુ આયોજન કુછડી ગામે પ્રાચીન ગરબીમા બાળાઓ ગરબે ધુમે છે. મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશ સાથે રાસ રજુ કર્યા લીમડાના ઝાડ નીચે ભવાનીનુ પૌરાણિક સ્થાન ચોકમા આવેલા લીમડાને ફરતે રમે છે રાસ સમસ્ત કુછડી ગ્રામજનો દ્રારા ગરબીનુ આયોજન

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદર આવેલા બાબા બાગેશ્વરે ભાઇશ્રી વિશે શુ ક્હયુ...

      પોરબંદર આવેલા બાબા બાગેશ્વરે ભાઇશ્રી વિશે શુ ક્હયુ જુઓ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોરબંદરના મહેમાન સાંદિપનિ આશ્રમ ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ સ્વાગત શ્રી હરિ મંદિરમા બિરાજતા દેવી-દેવાતના દર્શન કર્યા ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ સ્વાગત કર્યુ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ ભાઇશ્રી કોહીનુર હીરા હૈ

      Read More
      jitesh chauhan -Reporter
      Total: 755

      Advertisement

      Tranding News

      Get In Touch

      7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

      +91 9624011010

      porbandarkhabar@gmail.com

      Follow Us
      Districts / City
      Chif and Editor