પોરબંદરમા બીપીએલી કાર્ડ ઉપર નાણાં ધીરવાનો ગોરખ ધંધો
પોરબંદરમા સોનાના ઘરેણા અને મિલ્કત નહીં ગરીબોના બીપીએલ કાર્ડ ગીરવે મુકી અને નાણાં વ્યાજે આપવાનો ગોરખ ધંધો ચાલી રહયો છે તેવી ચોકાવનારી વિગત સામે આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે પોરબંદરમા વ્યાજખોર સામે પોલીસ મેદાને પડી છે જુનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતમા લોકદરબારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વ્યાજખોરની ત્રાસને લઈ અને અનેક રજુઆત કરી હતી જેમા પોરબંદર ના જાણીતા મહીલા તબીબ ડો. ચેતનાબેન તિવારીએ એવી ચોકવાનારી હકિકત પોલીસ સમક્ષ રજુઆત કરી હતી જરૂરીયાતમંદ પરિવારની મહીલાઓને માત્ર બે થી ત્રણ હજાર જેવી મામાલી રકમ માટે વ્યાજખોર પાસે બીએલકાર્ડ ગીરવે મુકે છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software