પોરબંદર નો જયદેવ ટીમ ઇન્ડીયામાં. પોરબંદર ના હોનહાર અને ક્રિકેટ શેત્રે પોરબંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર નું નામ રોશન કરનાર એવા જયદેવ ઉનડકટ ઇન્ડિયા ની ટિમ માં ચમકશે. સૌરાષ્ટ્ર ના કેપટન જયદેવ ઉનડકટની 12 વર્ષ બાદ ટિમ ઇન્ડિયામાં પસંદગી થઈ છે. બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઉનડકટ હવે મેદાને દેખાશે. ભારતના લાખો ક્રિકેટરો વચ્ચે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામવી એ ખુબ ગર્વ ની વાત કહી શકાય. પોરબંદર શહેર ના દિલીપ ક્રિકેટ સ્કૂલ ખાતે જયદેવ ઉનડકટ એ ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ તેમનો અથાગ પરિશ્રમ અને વર્ષો ની ધીરજ તેમને ફળી છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software