માધવપુરના મેળામા ગીતા રબારી અને કિર્તિદાન કરશે ડાયરાની જમાવટ
પોરબંદરના માધવપુરમા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ પ્રસંગે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના મેળાનુ આયોજન તા ૩૦ માર્ચથી ૩એપ્રિલ સુધી કરવામા આવ્યુ છે. મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.ત્યારે પોરબંદરના જીલ્લા કલેકટર અશોક શર્માએ પત્રકાર પરીષદ યોજી અને મેળા અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ગુજરાત અને ઉત્તરપૂર્વ રાજયના સંગમ સમા મેળા માધવપુરના મેળાનુ ઉદધાટન પ્રસંગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી કિરણ રીજુ,કેબીનેટ મંત્રી મળુભાઈ બેરા,મેઘાલયના સાંસ્કૃતિક વિભાગના મંત્રી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત્ રહેશે મેળાના પાંચ દિવસ દરમ્યા ઉત્તરપૂર્વ રાજયના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે તેમજ મેળામા આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમમા આવતા લોકોને ઉનાળાના કારણે મુશ્કેલીના પડે તે માટે ખાસ વાતાનાકુલીત ડોમ બનાવામા આવ્યો છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software