પોરબંદર જિલ્લાની સરકારી શાળાઓમાં કેમ વધી વિદ્યાર્થીઓની સંખ્યા..
કોરોનાકાળને કારણે શિક્ષણકાર્ય ઉપર મોટી અસર પડી હતી. બે વર્ષ સુધી ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું. કોરોનાકાળને કારણે લોકોની આર્થિક સ્થિતી પણ નબળી હતી. જેના કારણે ખાનગી શાળાનો મોહ છોડી અને વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં બેસાડ્યા હતા. પોરબંદર જિલ્લાની સરકારી શાળામાં ર૦ ટકા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software