કુછડીના ખીમેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો મુદો ગૃહમંત્રીના દ્રારે
પોરબંદરના દરિયાઇપટ્ટી પરના કુછડીગામે પાંડવકાલિન ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં પચીસેક દિવસ પહેલા રાત્રે ભગવાન શિવજીને ચડાવેલા ચાંદીના આભૂષણો સહિત અંદાજે દસ કિલો ચાંદીના દાગીના અને મંદિરમાં શિવજીને ધરેલ ચાંદીની વસ્તુઓની ઉઠાંતરી તસ્કરો દ્વારા કરવામાં આવી હતી. ૧૧ કિલો ચાંદીની ચોરીનો બનાવ નોંધાયાને મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પોલીસ નક્કર કાર્યવાહી કરી શકી નથી ત્યારે ગૃહમંત્રીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ થઇ છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software