પોરબંદરની સુભાષનગરની ધટનાના ઘેરા પડધા
પોરબંદરમા થોડા દિવસો પૂર્વે સુભાષનગર વિસ્તારના ત્રણ યુવાનોને બુટલેગર સહિતના શખ્સોએ મારમારીયો હતો આ બનાવને લઈભારે વિવાદ થયો હતો તેના ઘેરા પ્રત્યાધાતો પડયા હોય તેમ યુવાનો ઉપર હુમલો કરનાર બુટલેગર પવન ગોપાલ ચામડીયા અને માથાભારે શખ્સ દિવ્યેશ ખીમજી લોઢારી વિરુધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશના પીઆઈ એસ. બી સાળુકે એ પાસાની દરખાસ્ત તૈયાર કરી અને જીલ્લા મેજીસ્ટેટ્રને અશોક શર્માને મોકલતા તેમણે દરખાસ્ત મંજુર કરી અને બન્ને શખ્સોને પાસા હેઠળ જેમા ધકેલવાનો હુકમ કર્યો હતો વોરન્ટના આધારે એલસીબી એ બન્ને શખ્સની અટકાયત કરી અને બુટલેગર પવન ગોપાલ ચામડીયાને અને દિવ્યેશ ખીમજી લોઢારીને વડોદરા અને સુરતની જેલમા ધકેલી દીધા છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software