જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનું પોરબંદર જિલ્લાનું વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન હેડ ક્વાટર ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજનાં આગેવાનો, વેપારીઓ, તબીબો અને શિક્ષકો તેમજ લીડ બેન્કનાં મેનેજર તેમજ અન્ય બેન્કનાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. હાલ રાજ્યભરમાં વ્યાજખોરોને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. વ્યાજખોરો સામે લોકો ફરીયાદ કરવા માટે આગળ આવે તે માટે પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં ૩૦૦ જેટલા લોક દરબારો યોજવામાં આવ્યા છે. જેને કારણે અત્યાર સુધીમાં ૭ જેટલી ફરીયાદ વ્યાજખોર સામે નોંધાઇ છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software