પોરબંદરનુ દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ કલિન બોલ્ડ

પોરબંદરનુ દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ કલિન બોલ્ડ પોરબંદરનાં રાજવીઓએ શહેરની મધ્યે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી હતી. આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટની તાલીમ લઈને અનેક યુવાનોએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. પરંતુ હવે આ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદરનાં ક્રિકેટરો માટે સ્વપ્નરૂપ બની રહેશે કારણ કે પોરબંદર – છાંયા નગરપાલીકાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ને ૩૦ વર્ષ માટે સંચાલન અને જાળવણી માટે આપી દીધુ છે અને પાછલા બારણે નગરપાલીકાએ એમ.ઓ.યુ.પણ કરી લીધા છે. આ એમ.ઓ.યુ.માં સ્થાનિક ક્રિકેટરોને રમવા માટે ગ્રાઉન્ડ જાેતુ હશે તો નગરપાલીકા મારફત સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ની મંજુરી લેવી પડશે. એમ.ઓ.યુ.માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.એ પોરબંદર-છાંયા નગરપાલીકાનાં કાંડા કાપી લીધા છે અને આંબા આંબલી બતાવવામાં આવ્યા છે.

#porbandar #cricket #newsupdate #cricketground #gujarat
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor