પોરબંદર સરકારી ભાવસિંહજી હંમેશા તબીબોની ધટ બાબતે વિવાદમો રહી છે.
હવે મેડીકલ કોલેજ કાર્યરત થયા બાદ તબીબો સંખ્યામા પણ વધારો થયો છે. કેટલાક ગુટલીબાજ તબીબોના કારણે આજે પણ દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. કેટલાક તબીબો જવાબદાર અધિકારીઓનું સાંભળતા ન હોય તેવી ચર્ચાઓ થઇ રહી છે. આજે તારીખ 12-12-2024ના રોજ ભાવસિંહજી હોસ્પિટલના એનસીડી વિભાગ બહાર દર્દીઓની કતાર લાગી હતી અને અંદર જુનિયર ડોકટરો દર્દીઓની તપાસણી કરી રહ્યાં હતા. પરંતુ એમડી ડોકટરોની હાજરી જોવા મળી ન હતી. દર્દીઓ પુછતા હતા કે ભાઇ એમડી ડોકટર આવશે તો બેસીએ પણ આહ્યાં તો રામ રાજ્યને પ્રજા સુખી જેવી સ્થિતિ હતી. જેમની ડયુટી હતી તે તબીબી હાજર ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા. આ મામલે જ્યારે એક ઉચ્ચ અધિકારીને પુછતા તેમણે તે તબીબને ફોન કર્યો પણ તે સમયે તે તબીબે ફોન ઉપાડવાની તસ્તી ના લીધા નજરે પડયુ હતુ. પોરબંદરમા સરકારે મેડીકલ શરૂ કર્યા બાદ વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરી છે.પરંતુ કેટલાક ડોકટરો હોસ્પિટલમાં હાજર રહેતા નથી ને સરકારનો તગડો પગાર ખિસ્સામાં નાખતા હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ બાબતથી અજાણ છે કેમ ? વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની આશાએ પોરબંદર સહિત જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ કેટલાક એમડી ડોકટરો ફરજ પર હાજર રહેતા ન હોવાનું કહેવાય છે.
#porbandar #hospital #gujarat #porbandarnews© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software