પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં પાંચ તબીબ સહિત કુલ ર૮ જેટલા આરોગ્ય કર્મચારીઓના એગ્રીમેન્ટ રિન્યૂ કરવામાં નહી આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે પાંચ તબીબ સિવાયના ર૩ જેટલા તબીબી સ્ટાફના એગ્રીમેન્ટ રિન્યૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પોરબંદરના દેવદૂત એવા ડો. સિદ્ધાર્થસહ જાડેજા સહિતના પાંચ તબીબોના એગ્રીમેન્ટ રિન્યૂ નહીં થતા આજે પોરબંદરની વિવિધ સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષના આગેવાનો તેમજ રાજપૂત સમાજ દ્વારા આજે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનને આવેદનપત્ર પાઠવી આક્રોશ સાથે રજૂઆત કરી હતી.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software