પોરબંદરમાં મોબાઇલ ચોરી કોણ કરતું હતું
હનુમાનગુફા ચાર રસ્તા પાસે વાઢેર ફુટવેર નામની દુકાનમાંથી એક અજાણ્યો ઈસમ મોબાઈલની ચોરી કરી ગયો હતો. કિર્તીમંદિર પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટનાં સીસીટીવી કેમેરા તથા લોકલ સીસીટીવી કેમેરાની મદદથી વાઢેર ફુટવેર નામની દુકાનમાંથી ચોરી કરનાર શખ્સ શિતલાચોક વિસ્તારમાં હોવાની બાતમીનાં આધારે કિર્તીમંદિર પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી અને મહમદ ઉર્ફે મામદો નાસીહ શાહમદાર નામનાં શખ્સને શંકાના આધારે ઝડપી લીધો હતો અને તેમની આગવી ઢબે પુછપરછ કરતા તેમણે ત્રણ જેટલા મોબાઈલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેમાં વાઢેર ફુટવેર ઉપરાંત એક મહિના પહેલા નજર ચુકવીને મોબાઈલની ચોરી કરી હતી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software