પોરબંદરના કમલાબાગમા રાત્રીના કોણ માણે છે દારૂની મહેફીલ
આમતો ગાંધીના ગુજરાતમા દારૂ પર પ્રતિબંધ છે છતા દારૂનુ વહેંચાણ થાય છે આવી જ સ્થિતી ગાંધીજીના ગામમા પણ છે અહીં પણ દારૂનુ વહેંચાણ થાય છે પોલીસ અવારનવાર દરોડા પાડી અને દારૂનો જથ્થો ઝડપી પાડ છે પરંતુ જાહેર સ્થળો ઉપર દારૂની મહેફીલ જામતી હોય તેવા કિસ્સા પણ સામે આવે છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનની સામે આવેલા કમાલાબાગમા રોજ દારૂની મહેંફીલ જામતી હોવાની ચર્ચા જાેવા મળી રહી છે કમલાબાગ રાત્રીના સમયે બંધ કરી દેવામા આવે છે ત્યાર બાદ રાત્રીના સમયે કમલાબાગના પાછળના દરવાજાએથી કેટલાકા નશાખોરો અંદર પ્રવેશે છે અને ઓવર હેંડ ટેન્કમા દારૂની મહેફીલ માણતા હોવાનુ કહેવાય છે .
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software