પોરબંદરના જંગલ મા આગ કોણ લગાડે છે
પોરબંદરના જંગલ જાણે વેરાન બની રહ્યા હોય તેમ આગની એક પછી ધટના બની રહી છે. ઓળદર નજીકના જુરીના જંગલમા આગની ધટના બાદ આજે બુધવારે છાયા ચાડેશ્વર મહાદેવના મંદીરના પાછળ ના ભાગે આવેલા બાવળના જંગલ મા આગ લાગી હતી અને આ ઘટના ને પગલે પોરબંદર ફાયરબ્રિગેડ ની ટીમ તાત્કાલી દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુમા કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો પરંતુ આગ સતત આગળ વધી રહી જેના કારણે જંગલ નો મોટાભાગનો વિસ્તાર આગની લપેટ મા આવી ગયો હતો
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software