પોરબંદરની સરકારી હોસ્પિટલમા રામ નામનો કોણે કર્યો જયજયકાર
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઇ.સી.જી. ટેકનિશ્યન, લેબ ટેકનિશ્યન સહિત ઓપરેટરો મળી ૧૮ જેટલા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા. તેઓ બારથી પંદર વર્ષથી અહીં ફરજ બજાવી રહ્યા છે. પોરબંદરમાં મેડિલક કોલેજ મંજૂર થઇ ગયા બાદ હવે હોસ્પિટલનું વહિવટી સંચાલન બદલાઇ ગયું હોવાથી રોગી કલ્યાણ સમિતિ તેને પગાર ચૂકવી શકે નહીં તેમ જણાવીને આ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા આથી તેઓની રજૂઆત મળતા રામદેવભાઇ મોઢવાડીયા તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા અને રામદેભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો સીવીલ સર્જનની ઓફીસ બહાર ધરણા ઉપર બેસી ગયા હતા અને રામધુન બોલાવી હતી અને કર્મચારીઓને પરત લેવાની જયાં સુધી ખાતરી નહી મળ ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software