પોરબંદર માં ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત
દ્વારકા થી શરુ થયેલી ભાજપ ની ગૌરવ યાત્રા નું આજે પોરબંદર ખાતે સમાપન થયું હતું. જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપના અધ્યક્ષ સી. આર.પાટીલ , કેન્દ્રીય મંત્રી ભાગવદ, તેમજ ભાજપ ના અગ્રણી ભરત ભાઇ બોઘરા સહિત ના ભાજપ ના ટોચ ના આગેવાનો જોડાયા હતા. અસ્માવતી રિવર ફ્રન્ટ ખાતે ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદામા ચોક ખાતે એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ગુજરાત ની વિકાસ ગાથા રજૂ કરી હતી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software