પોરબંદર જિલ્લામાં રાણાવાવમાં પુરવઠા વિભાગનાં અનાજ કૌભાંડ બાદ પોરબંદર મામલતદાર કચેરીનાં મધ્યાહન ભોજન શાખાનું કૌભાંડ બહાર આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે. કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક શખ્સે મધ્યાહન ભોજન સંચાલકનાં ૪ બનાવટી નિમણૂંક પત્ર મામલતદારની સહી સાથે આપી અને કૌભાંડ આચર્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software