પોરબંદર ભાજપ ના ઉમેદવાર બોખીરીયા એ મતદાન બાદ શુ કહ્યું.... ????
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નુ પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજાયું હતું . આજ સવાર થી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પોરબંદર વિધાન સભા બેઠકના ભાજપ ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા એ ભોજેશ્વર પ્લોટમાં આવેલા રૂપાળીબા શાળા ખાતેના મતદાન કેન્દ્રો ઉપર પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું. આ તકે બાબુભાઇ બોખીરીયા એ એવું જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાત માં વિકાસ ના કામો કર્યાં છે અને ગુજરાત ની પ્રજા પણ વિકાસ ઈચ્છી રહી છે ત્યારે ૧૫૦ સીટ સાથે ભાજપ ફરી સરકાર બનાવશે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software