ઘેડના કયા ગામમા થયા ખજુરના ઢગલા
માધવપુર ઘેડ થી ૧૫ કિમી દુર આવેલ ઘોડાદર ઘેડ ખાતે ધૂળેટી ના પાવન પર્વ નિમિતે ગજપીર બાપા ની દરગાએ ભવ્ય લોક મેળા નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હિન્દુ મુસ્લિમ ની એકતા દર્શન થયા હતા
માંગરોળ તા ના ઘોડાદર માં આવેલ ગંજપીર બાપા ની દરગાહખાતે ધુળેટીના દિવસે હજારો ની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં દર વર્ષે ગંજપીરબાપા ની માનતામા ખજુર ચડાવામા આવે છે. ગંજપીરની ખજુર ચડવાની માનતા કરવામા આવેતો દુઃખ દર્દ દુર થાય છે તેવી એક માન્યતા રહેલી છે આથી ધુળેટીના દિવસે લોકો ખજુ ર ચડાવે છે. ગ્રામ જનો ધૂળેટી ને દિવસે હિન્દુ અને મુસ્લિમ ની એક્તા સાથે મળી ને મેળાનું ભવ્ય આયોજન કરવા માં આવે છે તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓ માટે વહેલી સવાથી લઈને સાંજ સુધી ભોજન ની પ્રસાદી નું આયોજન પણ કરાય છે ને હજારો ની સંખ્યામા લોકો પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software