પોરબંદરના યાર્ડમા કેરીના ઢગલા કેમ ?
હાલ ઉનાળાનાં સમયમાં કેસર કેરીની આવક જાેવા મળતી હોય છે. પરંતુ કમોસમી વરસાદનાં ગ્રહણને કારણે કેરીની આવક થોડી મોડી થઈ છે. શરૂઆતમાં કેરીની આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. પરંતુ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં હાલ કેસર કેરીનાં ઢગલા જાેવા મળી રહ્યા છે. છેલ્લા બે-ચાર દિવસથી કેરીનાં પાંચ હજારથી પણ વધુ બોક્ષની આવક જાેવા મળી રહી છે. ગીર ઉપરાંત બરડાની કેસર કેરીની આવક જાેવા મળી રહી છે.
કાંધલભાઈ ના પ્રયાસો થી ઘેડ ના ખેતરો છલકાશે. પોરબંદર જીલ્લા ના ધેડ પંથક ના ખેડુતો ને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ જીત ની ભેટ આપી હોય તેમ ભાદર-ર ડેમ માંથી ૧પ૦ એમસીએફટી પાણી પોતાના ખર્ચે છોડવાતા ધેડ પંથક ના ખેડુતોના ખેતરો ની સાથે તેમના હૈયા પણ છલકાઈ ઉઠયા છે અને જગતના તાતે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો આભાર વ્યકત કર્યો હતો.
બરડા પંથક ના ખેડૂતો ની લાગણીને ધ્યાને રાખીને ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા એ રાજ્ય સરકાર ને ભલામણ કરી ને સૌની યોજના હેઠળ ધ્રોકળ ડેમ નર્મદા પાણીથી ભરવા રજૂઆત કરી હતી.આથી રાજ્ય સરકારે 750 કી.મી. દૂર સુધી નર્મદાના પાણી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કામગીરી પૂર્ણ થતા અને નર્મદાના પાણીનું અવતરણ થતા ખેડૂતો માં ખુશી ની લાગણી ફરી વળી હતી.
કુણવદર ના ખેડૂત ની રસ્તા સમસ્યા નું સમાધાન કોણ કરશે
પોરબંદર ના બરડા પંથક ના કુણવદર થી રોઝડા ને જોડતો મુખ્ય રસ્તો હાલ ખુબ બિસમાર હાલત માં જોવા મળી રહ્યો છે વરસાદ ના કારણે ચારેબાજુ કાંકરી અને ધૂળ નું સામ્રાજય જોવા મળી રહ્યું છે તો સિમેન્ટ વાપરે સસ્તો , પછી ખાડા માં બને રસ્તો તેવા સૂર આસપાસ ના ગ્રામ્ય પંથક માંથી ઉઠી રહ્યા છે
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software