પોરબંદરમાં રવિવારે લિબર્ટી રોડ ઉપર પાનેરી સાડીની સામેના ભાગે આવેલા એક વીજ ટ્રાન્સફોર્મરમાં સાંજના સમયે એકાએક આગ લાગી હતી.
જેના કારણે ટ્્રન્સફોર્મરની નજીક આવેલ દુકાનનું છાપરુ પણ આગની લપેટમાં આવી ગયું હતું. જાગૃત નાગરિકોએ આ અંગેની જાણ પી.જી.વી.સી.એલ. અને ફાયર બ્રિગેડને કરતા તે તાત્કાલીક દોડી આવ્યા હતા. પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં કરવામાં આવી હતી.
જેના કારણે મોટુ નુકશાન થતું અટક્યું હતું. રવિવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી અને લોકોની અવર જવર પણ ખૂબ ઓછી હતી. જેના કારણે કોઈ જાનહાની પણ થઈ ન હતી.
વીજ ટ્્રાન્સફોર્મરમાં આગ ક્યાં કારણે લાગી તે અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software