રાણાવાવ પોલીસે સ્થળ ઉપરથી ૧૦૧ર૦ની રોકડ રકમ કબ્જે કરી
રાણાવાવના આદિત્યાણા બાયપાસ રોડ ઉપર રસુલપરા વિસ્તારમાં ચાલતા જુગાર ઉપર રાણાવાવ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન લખુ દુદા ઓડેદરા, હાસમ ઉર્ફે ગીની હાજીભાઈ તૈયબ, રમેશ દેવા વાણંદ અને કરશન ઉર્ફે ભગો દુદા ગોસિયા સહિતના ૪ શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ ઉપરથી ૧૦૧ર૦ની રકમ કબ્જે કરી હતી. આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ. એસ. અગ્રાવત અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ, અતુલભાઈ, કૌશીકભાઈ એ કરી હતી.
#porbandarkhabar #newsupdate #ranavav #police7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software