પોરબંદરમાં કીડીના કણ માટે હાથીના મણ જેવી સેવા
પોરબંદરમાં દાયકાઓથી સેવાયજ્ઞ ચલાવનાર અને પોરબંદર માં માનવતાની મહેક પ્રસરાવનાર એટલે લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ . પોરબંદરમાં લાલબત્તી વાળા મામાદેવ મંદીર દ્વારા કિડીયારા થી તૈયાર કરેલ ૨૫૦ શ્રીફળ કીડી માટે મૂકવામાં આવ્યો છે. આ મંદિરના સેવાભાવી યુવાનો દ્વારા સેવાકીય કાર્યોની સરિતા વહી રહી છે. ૨૫૦ શ્રીફળ માં હોલ પાડી ઘઉ, ખાંડ, ચોખા , તલનો પાઉડર મિક્ષ કરી ભર્યા બાદ જંગલમાં કીડી માટે મૂકવામાં આવ્યા હતા.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software