છાયા ગુરુકુળ નર્સિંગ સ્કૂલની છાત્રાઓ એ મેળવી સિદ્ધિ
પોરબંદર માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શ્રી આર.બી. બદીયાની સંકુલ દ્વારા આજ રોજ વિધાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું .. નર્સીંગ શેત્રે અનેરી સિદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ મેળવેલ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. પૂજ્ય સ્વામી ભાનુપ્રકાશજી , ટ્રસ્ટ્રી પદુભાઇ રાયચુરા , દીપકભાઈ જટાનિયા અને અનેક હસ્તીઓના હાથે વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પૂજ્ય સ્વામી ભાનુપ્રકાસજી એ શબ્દો રૂપી આશીર્વચન પાઠવ્યા હતા અને ભારત ના ભાવીઓ ને અનેરો રાહ ચીંધ્યો હતો અને વિધાર્થીઓ ઉતરોતર પ્રગતિ અને ભારત નું ઉજ્જવળ ભાવિ બને તે માટે પ્રેરણા આપી હતી.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software