પોરબંદર માછીમારો ની આર્થિક નાવ કેમ ડૂબવા ના આરે. ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. સાથે સાથે સરકારને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ રડી આપે છે. તેમ છતાં માછીમારોને સુવિધા આપવાનું તો દુર તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સરકાર ઉદાસીનતા સેવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે મત્સ્યોદ્યોગની કમર ભાંગી ગઈ છે. તો કુદરતી આફતો એ બેહાલ કર્યા છે. આવી સ્થિતીમાં માછીમારોની આર્થિક નાવ હવે ડૂબવાના આરે છે. તેવું કહેવાય છે હાલ માછલીના પૂરતા ભાવ નહીં મળતા હોવાના કારણે ભર શિયાળે માછીમારી બંધ કરવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software