પોરબંદરવાસીઓ રોજ કેટાલ બટેટા-ડુંગળી આરોગે છે
ગુજરાતીઓ ખાવાનાં શોખીન છે અને શિયાળો આવતાં જ લીલા શાકભાજીનાં ઢગલા જાેવા મળે છે તો નવી ડુંગળીની પણ આવક શરૂ થઈ ગઈ છે. પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં નિયમિત ર૦૦ થી ૩૦૦ બાચકા ડુંગળીની આવક જાેવા મળી રહી છે. તો તેની સામે ૩૬ ટન બટેટાની પણ આવક જાેવા મળી રહી છે. આવકને જાેતાં પોરબંદરવાસીઓ નિયમિત ૧ર૦૦૦ કિલો ડુંગળી અને ૩૬ ટન બટેટા આરોગી જાય છે. રસોઈમાં ડુંગળી અને લસણ બન્નેનો રોજીંદો ઉપયોગ થતો હોય છે. જેને કારણે પોરબંદરમાં નિયમિત ૧ર૦૦૦ કિલો ડુંગળીની આવક જાેવા મળી રહી છે. વેપારીનાં જણાવ્યાં અનુસાર પોરબંદરનાં યાર્ડમાં માંગરોળ ઉપરાંત પોરબંદરનાં આસપાસનાં વિસ્તારોમાંથી હાલ નવી ડુંગળીની મબલક આવક જાેવા મળી રહી છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software