બરડા પંથક ના ખેડૂતો પાક નુકશાન ની વળતર ની કરી માંગ
આ વર્ષે મેઘો મુશળધાર વરસતા અનેક ખેડૂતો ની મૂંઝવણ વધી છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે પડેલાં ભારે વરસાદના કારણે બરડા પંથકમાં અનેક ખેડૂતોનો પાક બળી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. આ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માગ પ્રબળ બની છે અને આ મુદ્દે ખેડૂત પાંખ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software