પોરબંદરનું ગૌરવ : “યુથ આઈકોન” તરીકે પોરબંદરના નિર...

આજે ૧૨ જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અને આ દિવસને યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે તા.૧૧ અને ૧૨ જાન્યુઆરીના દિવસે નવી દિલ્લી ખાતે સમગ્ર દેશમાંથી “માય ભારત” વેબસાઇટ પર પરીક્ષા આપીને ૩૦૦૦ યુવાનો ભારત મંડપમ ખાતે ભારતને વિકસિત ભારત-૨૦૪૭ બનાવવા માટે જોડાયા છે, જેમાં સમગ્ર ભારતમાંથી સિલેક્ટેડ ૨૦૦ યુવાનો જે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્ન છે કે ભારત કેવી રીતે ૨૦૪૭ માં વિકસિત ભારત બને જેના માટે તા.૧૨ જાન્યુઆરીના દિવસે ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી  યુવાનો સાથે મુલાકાત અને સંવાદ કરવામાં આવશે જેના માટે ભારત સરકારના રમતગમત અને યુવા મંત્રાલય દ્વારા “પાથ બ્રેકર્સ યુથ આઈકોન” તરીકે  ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાંથી એક સામાજિક યુવા આગેવાન તરીકે નીરવભાઈ દવેની પસંદગી કરવામાં આવી છે.

“પાથ બ્રેકર્સ યુથ આઈકોન” નિરવ દવે

એક સામાજિક યુવા આગેવાન તરીકે નીરવભાઈ દવેએ પોરબંદરના ૫૦૦ વધુ પરિવારોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનો લાભ આપવામાં આવેલ છે, અને તે તેમામ લાભાર્થીનું પાંચ વર્ષનું પ્રીમિયમ પણ ભરી આપવામાં આવેલ છે, ૧૨૫ થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને પાંચ વર્ષ માટે (ડી.બી.ટી) ના માધ્યમથી વાર્ષિક સહાય આપવામાં આવેલ છે, સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૮૦ થી વધુ યુવાઆનો રોજગારી આપવામાં આવી છે, આવી અનેક સેવાકીય યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે જેના માટે આ યુથ આઈકોન એવોર્ડમાં તેમની પસંદગી થતા દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને પોરબંદરના સાંસદ તેમજ દેશના રમત-ગમત, યુવા અને શ્રમ રોજગાર મંત્રી  ડો. મનસુખ  માંડવીયાનો આભાર વ્યક્ત કરવામાં કર્યો છે.

Read More
kishan chauhan -Reporter
પોરબંદર મહાનગરપાલિકાને 20 કરોડની ગ્રાન્ટની મંજૂરી...

રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ : હાલની સ્થાપિત મહાનગરપાલિકાઓ નવી રચાયેલી ૯ મહાનગરપાલિકાના મેન્ટર તરીકે એક વર્ષ કાર્ય કરશે


મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનરઓ, વહીવટદારઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરી છે.


મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેઆ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે. મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે. 



20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી

મુખ્યમંત્રીએ નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂ.10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂ.10 કરોડ મળીને કુલ 20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી. તેમણે કહ્યું કે, આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. એટલું જ નહિં, શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ નવ મહાનગરપાલિકાઓ રાજ્યના શહેરી વિકાસને નવી ઊંચાઈ આપીને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પણ યોગદાન આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ  આઈ. પી. ગૌતમે શહેરોના ભવિષ્યલક્ષી આયોજન અને વિકાસ સંભાવનાઓ વિશે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. 


નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડીંગ પણ ઝડપથી થાય તેવું આયોજન

શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસને ગતિ આપતા ત્વરિત નિર્ણયો કર્યા છે.૯ મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનરો સહિત જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવીને ફૂલ ફ્લેજ્ડ મહાપાલિકા ત્વરાએ કાર્યરત કરી છે.  હવે, સ્થાપિત મહાનગરપાલિકાઓ દ્વારા નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડીંગ પણ ઝડપથી થાય તેવું આયોજન કર્યું છે. કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડ્મિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. આ કાર્યશાળામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, વહીવટદાર કલેક્ટરઓ તેમજ અધિકારીઓ અને સ્થાપિત મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરઓ સહભાગી થયા હતા. 


Read More
kishan chauhan -Reporter
જેતપુરનું દુષિત પાણી પોરબંદરનાં દરિયામાં ઠાલવવાની...

ગાંધીભૂમિ પોરબંદરમાં જેતપુર ડીસપી પાઇપલાઇન પ્રોજેકટનો વિરોધ સતત વધી રહ્યો છે.ત્યારે પોરબંદરવકીલ મંડળ પણ પોરબંદરના હીતમા વિરોધ યાત્રાનું આયોજન કરાયુ છે.વકીલ મંડળ મીડીયા આપેલી એક યાદીમા જણાવ્યા મુજબ પોરબંદરનો દરિયા કિનારોએ ગુજરાતનો શ્રેષ્ઠ કિનારો છે. અને મુંબઈની જેમ જ પોરબંદરવાસીઓ પણ દરિયાકિનારે ખુબ મોજ કરતા હોય છે. પરંતુ કોઈપણ જાતનાં કારણો વગર અને પોરબંદર શહેરને કાઈ લાગતું-વળગતું ન હોવા છતાં જેતપુરનાં કારખાનાઓનું દુષિત પાણી પોરબંદરનાં દરિયા કિનારે ઠાલવવાની સરકારે જે યોજના બનાવેલ છે. જે પોરબંદરનાં રહેવાસીઓ માટે તેમજ પોરબંદરનાં ફિશિંગ ઉધોગ માટે ખુબ જ નુકસાનકારક હોય અને તેથી પોરબંદરમાં તેનો વિરોધ થઈ રહેલ છે. ત્યારે પોરબંદરનાં વકીલ મંડળ દ્વારા પણ નવતર પ્રકારે વિરોધ કરી અને તા.૧૮/૦૧/૨૦૨૫ ના રોજ બપોરનાં ૧૨:૦૦ વાગ્યે કમલાનેહરુ બાગથી હાથમાં બેનરો સાથે કીર્તિમંદિર સુધીની "વિરોધ યાત્રા" કાઢવાના હોય અને તે રીતે આવું દુષિત પાણી જો શુદ્ધ કરવાનું હોય તો તેનો ઉપયોગ જેતપુરનાં રહેવાસીઓ જ શું કામ નથી કરતા ? તે મોટો સવાલ હોય અને ક્યારેક ને ક્યારેક તો ફિલ્ટર પ્લાન્ટ બગાડવાનો જ છે અને ત્યારે સીધો જ કેમિકલયુક્ત કદડો પોરબંદરનાં દરિયામાં ઠાલવવાનો હોય અને ત્યારે પોરબંદરનાં દરેક નાગરીકોને જાગૃત કરવા અને દરેક રહેવાસીઓની સરકારનાં પ્રોજેક્ટનો વિરોધ કરવાની ફરજ અને જવાબદારી હોય અને બિન રાજકીય રીતે માત્ર પોરબંદરનું હિત વિચારી સીનીયર, જુનિયર તમામ એડવોકેટઓ પોતાના ડ્રેસકોડમાં આ "વિરોધ યાત્રા" માં જોડાવવાના હોય ત્યારે હવે માત્ર ખારવા સમાજ જ નહિ કે "સેવ પોરબંદર સી" નાં સભ્યો જ નહિ પરંતુ પોરબંદરનાં દરેક નાગરીકોએ જે રીતે ગાંધીજીએ આગેવાની લઇ આ દેશને આઝાદ કરાવ્યો તે રીતે પોરબંદરનાં દરેક નાગરિકે આગેવાની લઇ કોઈપણ સંજોગોમાં આ પ્રોજેક્ટને રદ્દ કરાવવા માટે પ્રયત્નો કરાવવા જોઈએ અને તેનાં ભાગરૂપે જ આ વિરોધ યાત્રાનું આયોજન થયેલ છે.અને જરૂર પડયે નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી આ લડતને ચાલુ રાખવા માટે પણ વકીલ મંડળનાં પ્રમુખ નીલેશ જોષી, ઉપપ્રમુખ રાજુ સરવાણી તથા સેક્રેટરી ચંદુ મારું તથા જોઈન્ટ સેક્રેટરી અનીલ સુરાણી તથા ટ્રેઝરર રાકેશ પ્રજાપતિ તથા હારુનભાઈ સાટી તથા પોરબંદરનાં સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણી, એમ.જી.શીંગરખીયા તથા શાંતીબેન ઓડેદરા તથા શૈલેશભાઈ પરમાર સહીતનાં તમામ એડવોકેટઓએ આહ્વાન આપેલ છે.

Read More
kishan chauhan -Reporter
ભારતીય કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર ધટનાની સમગ્ર વિગતો જ...

ભારતીય કોસ્ટ ગાર્ડે ધટનાની સમગ્ર વિગતો જાહેર કરતા જણાવ્યુ કે,  ICG ALH MK-III હેલિકોપ્ટર CG 859 05 જાન્યુઆરી 25 ના રોજ લગભગ 12: 15 કલાકે પોરબંદર એરપોર્ટ રનવે પર દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સમયે ICG હેલિકોપ્ટરમાં 02 પાઇલોટ અને 01 એર ક્રૂ ડાઇવર હતા અને તે નિયમિત તાલીમ પર હતા. ઘટના પછી તરત જ ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા. અને સરકારી હોસ્પિટલ પોરબંદરમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણોની તપાસ બોર્ડ ઓફ ઈન્કવાયરી દ્વારા કરવામાં આવી રહી છે. ક્રૂ ના નશ્વર અવશેષો એટલે કે. કમાન્ડન્ટ (જેજી) સૌરભ, ટીએમ,  ડેપ્યુટી કમાન્ડન્ટ એસ કે યાદવ અને મનોજ પ્રધાન નાવિકના અંતિમ સંસ્કાર સેવા પરંપરાઓ અને સન્માન મુજબ કરવામાં આવશે અમે ભારતીય તટરક્ષક દળના ત્રણ બહાદુર આત્માઓને સલામ કરીએ છીએ જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનો જીવ ન્યોછાવર કર્યા છે !

Read More
jitesh chauhan -Reporter
ભાવસિંહજી હોસ્પિટલના ગુટલીબાજ એમડી તબીબો !!

      પોરબંદર સરકારી ભાવસિંહજી હંમેશા તબીબોની ધટ બાબતે વિવાદમો રહી છે. 

      હવે મેડીકલ કોલેજ કાર્યરત થયા બાદ તબીબો સંખ્યામા પણ વધારો થયો છે. કેટલાક ગુટલીબાજ તબીબોના કારણે આજે પણ દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. કેટલાક તબીબો  જવાબદાર અધિકારીઓનું સાંભળતા ન હોય તેવી ચર્ચાઓ થઇ રહી છે. આજે તારીખ 12-12-2024ના રોજ ભાવસિંહજી હોસ્પિટલના એનસીડી વિભાગ બહાર દર્દીઓની કતાર લાગી હતી અને અંદર જુનિયર ડોકટરો દર્દીઓની તપાસણી કરી રહ્યાં હતા. પરંતુ એમડી ડોકટરોની હાજરી જોવા  મળી ન હતી. દર્દીઓ પુછતા હતા કે ભાઇ એમડી ડોકટર આવશે તો બેસીએ પણ આહ્યાં તો રામ રાજ્યને પ્રજા સુખી જેવી સ્થિતિ હતી. જેમની ડયુટી હતી તે તબીબી હાજર ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા. આ મામલે જ્યારે એક ઉચ્ચ અધિકારીને પુછતા તેમણે તે તબીબને ફોન કર્યો પણ  તે સમયે તે તબીબે ફોન ઉપાડવાની તસ્તી ના લીધા નજરે પડયુ હતુ. પોરબંદરમા સરકારે મેડીકલ શરૂ કર્યા બાદ વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરી છે.પરંતુ કેટલાક ડોકટરો હોસ્પિટલમાં હાજર રહેતા નથી ને સરકારનો તગડો પગાર ખિસ્સામાં નાખતા હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ બાબતથી અજાણ છે કેમ ? વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની આશાએ પોરબંદર સહિત જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ કેટલાક એમડી ડોકટરો ફરજ પર હાજર રહેતા ન હોવાનું કહેવાય છે.

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા ટયુશન કલાસીસના સંચાલકે શુ કર્યા કાળા કરત...

      પોરબંદરમા ટયુશન કલાસીસના સંચાલકે શુ કર્યા કાળા કરતુત પોરબંદરમા ટયુશન કલાસીસની ઘટના ચર્ચામા કલાસીસના સંચાલકે કરી છાત્રાની છેડતી એકસ્ટ્રા કલાસીસમા બોલાવી કરી છેડતી કલાસીસના સંચાલક સામે પોલીસ ફરીયાદ એનએસયુઆઇ એ પણ કડક સજાની માંગ કરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદર પાલિકામા શુ બની ઘટના જે ચર્ચાનો વિષય બની

      પોરબંદર પાલિકામા શુ બની ઘટના જે ચર્ચાનો વિષય બની પોરબંદર પાલિકા પ્રમુખને ધમકી આપનાર ઝડપાયો ધમકી આપનાર બન્ટુ ગોરાણીયા ઝડપાયો દોઢ માસ બાદ આરોપી ઝડપાયો બન્ટુ ગોરાણીયાને લઇ પોલીસ પાલિકાએ પહોંચી મહિલા પ્રમુખ ડો ચેતનાબેન તિવારીની માંફી માંગી બન્ટુ ગોરાણીયાની પોલીસે કરી પુછપરછ

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા પુષ્ય નક્ષત્રમા માત્ર શુકનવંતી ખરીદી

      પોરબંદરમા પુષ્ય નક્ષત્રમા માત્ર શુકનવંતી ખરીદી પોરબંદરમા પુષ્ય નક્ષત્રમા શુકનવંતી ખરીદી લોકોને આજે ખરીદી કરી શુકન સાચવ્યુ મોટ શો રૂમમા ખરીદીનો માહોલ નાના વેપારીઓને ત્યાં ખરીદી નહીવત સોનાની બુટ્ટી,વીંટી સહિતની ખરીદી કરી

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમા કેવુ છે જુઓ

      પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમા કેવુ છે જુઓ પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમાનો પ્રારંભ ખાપટ ખાતે બનાવામા આવ્યુ ત્રણ સ્ક્રીનવાળુ સિનેમા ઉદઘાટન પ્રસંગે કલેકટર અને એસપી સહિતના મહાનુભાવો કેશુભાઇ ઓડેદરા ઓડેદરા વર્ષોથી સિનેમાના વ્યવસાય સાથે જોડાયેલા છે પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા ખાસ ઉપસ્થિત શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિત પોરબંદરને મેગા સીટી જેમ પોરબંદરને પણ મલ્ટીપ્લેક્ષ સિનેમાની ભેટ

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદર પાલિકાના પ્રમુખ પાણીના પ્રશ્ને કેમ આકરા પા...

      પોરબંદર પાલિકાના પ્રમુખ પાણીના પ્રશ્ને કેમ આકરા પાણીએ જુઓ.. પોરબંદરમા પાણી વહેંચનાર સામે કાર્યવાહી બોખીરા વિસ્તારમા પાણી વહેંચનારા સામે કાર્યવાહી ભુર્ગભમાંથી પાણી ખેંચી પાણીનો વેપલો કરતા હતા પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી આકરા પાણીએ પાણી વહેંચાનારા સામે કાર્યવાહી કરવામા આવી નોટીશ બાદ પણ પાણી વહેંતા કાર્યવાહીમ કરવામા આવી ભુગર્ભમા આડા બોર કરી અને પાણી ખેંચતા હતા સ્થાનીકોના બોરના પાણી બગડી જતા મુશ્કેલી વેઠતા હતા

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદર શહેરમા કેવો વિકાસ થશે

      પોરબંદર શહેરમા કેવો વિકાસ થશે પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડ મળી પોરબંદર શહેરના વિકાસના અનેક કામોને મંજુરી પાંચ કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવામા આવશે નવા રસ્તા બનાવામા આવશે નવા વિકસીત વિસ્તારામો ભુગર્ભ ગટર બનાવામા આવશે

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા યુવાનની હત્યામા કેટલા આરોપી પોલીસના સંકજ...

      પોરબંદરમા યુવાનની હત્યામા કેટલા આરોપી પોલીસના સંકજામા પોરબંદરમા નવરાત્રીમા યુવાનની હત્યાનો મામલો બે દિવસ પૂર્વ સામાન્ય બાબત યુવાનની હત્યા સરમણ ઓડેદરા નામના યુવાની હત્યા આઠથી નવ જેટલા લોકોએ ધોકા લઇ તુટી પડયા ગરબીમા ઇનામ આપવાના મનદુ:ખને લઇ હત્યા પોલીસ ચાર જેટલા શખ્સોની કરી અટકાય

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરમા મહેર સમાજનો રાસ ઉત્સવ સુવર્ણ પ્રકાશથી કે...

      પોરબંદરમા મહેર સમાજનો રાસ ઉત્સવ સુવર્ણ પ્રકાશથી કેમ ઝગમગી ઉઠયો પોરબંદરમા ઇન્ટર નેશનલ મહેર સમાજ દ્રારા રાસોત્સવ પાંચમા નોરતે મહેર સમાજના ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે રાસ ભાઇઓએ મણિયારો રાસ રજુ કર્યો તો બહેનોએ રાસડા આજ યુવામા પણ મહેર સમાજની પરંપરા યથાવત મહેર જ્ઞાતિના પુસ્તકનુ વિમોચન કરવામા આવ્યુ વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિતી જય લીરબાઇમા અને પુતીઆઇનો ઉદઘોસ

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ

      પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાચીન ગરબીનુ આયોજન કુછડી ગામે પ્રાચીન ગરબીમા બાળાઓ ગરબે ધુમે છે. મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશ સાથે રાસ રજુ કર્યા લીમડાના ઝાડ નીચે ભવાનીનુ પૌરાણિક સ્થાન ચોકમા આવેલા લીમડાને ફરતે રમે છે રાસ સમસ્ત કુછડી ગ્રામજનો દ્રારા ગરબીનુ આયોજન

      Read More
      jitesh chauhan -Reporter
      પોરબંદર આવેલા બાબા બાગેશ્વરે ભાઇશ્રી વિશે શુ ક્હયુ...

      પોરબંદર આવેલા બાબા બાગેશ્વરે ભાઇશ્રી વિશે શુ ક્હયુ જુઓ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોરબંદરના મહેમાન સાંદિપનિ આશ્રમ ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ સ્વાગત શ્રી હરિ મંદિરમા બિરાજતા દેવી-દેવાતના દર્શન કર્યા ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ સ્વાગત કર્યુ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ ભાઇશ્રી કોહીનુર હીરા હૈ

      Read More
      jitesh chauhan -Reporter
      Total: 774

      Advertisement

      Tranding News

      Get In Touch

      7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

      +91 9624011010

      porbandarkhabar@gmail.com

      Follow Us
      Districts / City
      Chif and Editor