પોરબંદરમાં અશાંતી બાદ શાંતિનો માહોલ
દરિયાઈ સુરક્ષાને ધ્યાને લય ને તંત્ર દ્વારા જિલ્લા ના અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલીશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવાર સવાર થી જ પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તો આ કામગીરી સાથે જ લઘુમતી સમાજ માં ભારે રોષ વ્યાપી ગયો હતો.ગઈ કાલે લઘુમતી સમાજ ના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને ડીમોલેશન વળી જગ્યા પર જવા માટે રસ્તા પર નિકળિયા હતા તે દરમિયાન પોલીસ દ્વારા લઘુમતી સમાજ ના લોકો ને સમજાવટ કરી અને શાંત પાડવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software