પોરબંદરનાં સીમાડે છેલ્લા બે ત્રણ માસથી પોતાનો મુકામ બનાવનાર સિંહને સિંહપ્રેમીઓએ કોલંબસ નામ આપ્યું છે. આ સિંહ અવાર-નવાર ઓડદર રતનપર વિસ્તારમાં પશુઓનાં મારણ કરતો હતો તેમજ ઓડદરની ગૌશાળામાં પશુઓનાં મારણ કરતા વિવાદ થયો હતો. આ તો વનરાજા મન થાય ત્યાં મારણ કરે અને મુકામ કરે. પોરબંદર નજીકનાં દેગામ સહિતનાં વિસ્તારોમાં લટાર માર્યા બાદ કોલંબસ બરડા ડુંગરમાં પહોંચી ગયો છે. છેલ્લા પાંચ સાત દિવસથી ત્યાં મુકામ કર્યું છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software