પૂજ્ય માલદેવબાપુ ની જન્મજ્યંતિ નિમિતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન..
મહેર સમાજ દ્વારા સંત શિરોમણી એવા પૂજય માલદેવબાપુની 138મી જન્મજ્યંતિ નિમિતે ભાવાંજલિ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ મહેર કાઉન્સીલ પરિવાર દ્વારા ગૌરવ અને લાગણીસહ ભાવ થી પૂજ્ય માલદેવબાપુ ની જન્મજ્યંતિ નું આ અનેરું આયોજન કરવામાં આવ્યું હતું હરીશ ટોકીઝ પાસે આવેલા ચાર રસ્તા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલ પૂજ્ય માલદેવ બાપુ ની પ્રતિમા ને હાર પેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાયર્ક્રમ માં મહેર સમાજ ના અગ્રણીઓ , જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાણા ખાતે પણ પુષ્પાંજલિ ના કાર્યક્રમ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software