પોરબંદરમાં જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનાં વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ૫૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોરબંદરનાં ઉદ્યોગનગર વિસ્તારમાંથી દિલ્હી પાર્સીંગનાં ટ્રકમાંથી વિદેશી દારૂની ૫૦૦ પેટીનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો હતો. ઉદ્યોગનગર પોલીસને ઉંઘતી રાખીને આ જથ્થો ઝડપી લેવામાં આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનું પોરબંદર જિલ્લાનું વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન હેડ ક્વાટર ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજનાં આગેવાનો, વેપારીઓ, તબીબો અને શિક્ષકો તેમજ લીડ બેન્કનાં મેનેજર તેમજ અન્ય બેન્કનાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. હાલ રાજ્યભરમાં વ્યાજખોરોને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. વ્યાજખોરો સામે લોકો ફરીયાદ કરવા માટે આગળ આવે તે માટે પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં ૩૦૦ જેટલા લોક દરબારો યોજવામાં આવ્યા છે. જેને કારણે અત્યાર સુધીમાં ૭ જેટલી ફરીયાદ વ્યાજખોર સામે નોંધાઇ છે.
મહાત્મા ગાંધીને દેશના વીર જવાનની ભાવાંજલિ..
ભારતીય સેનાના જાહબાજ ઓફીવેર રાજેશસિંહસેખાવત પોરબંદર ના આંગળે આવ્યા
હતા તેમણે ગાંધી જન્મ સ્થળ ની મુલાકાત લીધી હતી અને ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત છાબમોર્ચે શહિદ થયેલા મોઢવાળાના શહિદ વીર નાગાર્જુન સીસોદીયા ને ભાવાંજલિ અર્પણ કરી હતી તેમજ પોરબંદર ના યુવાનોને અગ્નિ વીર યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું . રાજપુતાના રેજિમેન્ટ માં શૌર્ય મેડલ અને શૌર્ય ચક્ર થી સન્માનિત થયેલા અને હાલ જૂનાગઢ માં ગુજરાત એન.સી.સી. ના ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ સિંઘ શેખાવત ગાંધી જન્મ સ્થળ કીર્તિ મઁદિર ખાતે આવ્યા હતા. અને તેઓ જણાવ્યુંહતું કે ગાંધી જન્મ ભૂમિ પર આવવું તેમનું અહોભાગ્ય રહ્યું છે તેમજ તેમને જણાવ્યું કે અહીં આવી ને તેમને એક અલગ જ લાગણી અને ગૌરવ અનુભવ થાય
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software