ભારતીય કોસ્ટ ગાર્ડે ધટનાની સમગ્ર વિગતો જાહેર કરતા જણાવ્યુ કે, ICG ALH MK-III હેલિકોપ્ટર CG 859 05 જાન્યુઆરી 25 ના રોજ લગભગ 12: 15 કલાકે પોરબંદર એરપોર્ટ રનવે પર દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સમયે ICG હેલિકોપ્ટરમાં 02 પાઇલોટ અને 01 એર ક્રૂ ડાઇવર હતા અને તે નિયમિત તાલીમ પર હતા. ઘટના પછી તરત જ ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા. અને સરકારી હોસ્પિટલ પોરબંદરમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણોની તપાસ બોર્ડ ઓફ ઈન્કવાયરી દ્વારા કરવામાં આવી રહી છે. ક્રૂ ના નશ્વર અવશેષો એટલે કે. કમાન્ડન્ટ (જેજી) સૌરભ, ટીએમ, ડેપ્યુટી કમાન્ડન્ટ એસ કે યાદવ અને મનોજ પ્રધાન નાવિકના અંતિમ સંસ્કાર સેવા પરંપરાઓ અને સન્માન મુજબ કરવામાં આવશે અમે ભારતીય તટરક્ષક દળના ત્રણ બહાદુર આત્માઓને સલામ કરીએ છીએ જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનો જીવ ન્યોછાવર કર્યા છે !
#7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software