પોરબંદર તાલુકાના વિસાવડાના દરિયા કિનારેથી ગ્રીન સી ટર્ટર એટલે કે લીલા કાચબાના છ માળામાંથી 701 ઈંડા વન વિભાગને મળી આવ્યા છે પ્રાપ્ત થતી વિગતો મુજબ વન વિભાગ દ્વારા કુછડી થી વિસાવાડાના દરિયા કિનારે પેટ્રોલિંગ કરી અલગ અલગ જગ્યાએથી ગ્રીન સી ટર્ટરના 6 માળા શોધી કાઢ્યા હતા 701 ઈંડા સુધી કુછડી ખીમેશ્વર આવેલા હેચરીમાં મૂકવામાં આવેલ છે
પોરબંદરના માધવપુર થી મિયાણી સુધીના 112 કિ.મી લાંબા દરિયા કિનારે સમુદ્ર કિનારો પર લુપ્ત થયેલ કાચબાની પ્રજાતિ ગ્રીન સી ટર્ટર ઈંડા મુકવા માટે આવે છે ખાસ કરીને આમ તો માધવપુર બીચના દરિયા કિનારે વધુ માત્રામાં પસંદ હોય છે પરંતુ માધવપુર સિવાય ટુકડા વિસાવાળા ખાતે આવેલા કાચબા ઉછેર કેન્દ્ર ખાતે પણ ગ્રીન સી ટર્ટરને દેખરેખ રાખવામાં આવે છે જ્યાં અવર જ્વર ન હોય ત્યાં શાંતિવાળા સ્થળે રાત્રિના સમયે ખાડો ગાળી રેતીમાં કાચબા ઈંડા મૂકે છે દર સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમિયાન ગ્રીન સી ટર્ટર ઈંડા મૂકે છે વન વિભાગ માધવપુર થી મિયાણી સુધીના દરિયાકિનારે પેટ્રોલિંગ કરી કાચબાના ચાલવાના નિશાના ના આધારે દોઢ થી બે ફૂટ જેટલો ખાડો ગાળતા ઈંડા શોધે છે અને આ ઈંડાને ઉછેર માટે કેન્દ્ર ખાતે લઈ જવામાં આવે છે બાદ દરિયામાં મુક્ત કરવામાં આવે છે
#© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software