પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આગામી તારીખ ૩૦.૧.૨૦૨૬ ના રોજ મહેર સમાજ, ખંભાળા ખાતે "આંબાની આધુનિક ખેતી પદ્ધતિ અને કેરીની નિકાસ" અંગે વિસ્તૃત જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, પોરબંદર દ્વારા જીલ્લા કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે.આ કાર્યક્ર્મમાં આંબા પાકની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, આંબા પાકમાં આવતા રોગ જીવાત, છંટણી, પિયત અને ખાતર વ્યવસ્થાપન, કેરી ઉતાર્યા બાદ આંબાવાડીની જાણવણી અંગેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને પોરબંદર જીલ્લાની કેરીની ગુણવતા સુધારી તેને આંતરરાષ્ટીય બજારમાં કઇ રીતે નિકાસ કરી શકાય અને તે માટે આંબાની ખેતી કરતા ખેડુતોએ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ, તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે છે. આ સેમિનાર માં પોરબંદર જિલ્લાના આંબાની ખેતી કરતા તમામ ખેડુતોને ઉપસ્થિત રહેવા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.
#© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software