પોરબંદરની શાન દુલિપ સ્કુલ ઓફ ક્રિકેટને ૭પ વર્ષ પૂર્ણ
પોરબંદરના દુલપિ સ્કુલ ઓફ ક્રિકેટને ૭પ વર્ષ પૂર્ણ
પોરબંદરના રાજવીએ સ્વ ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યુ હતુ
રાજવી પોતાના મિત્ર દુલિપસિંહ નામે ગ્રાઉન્ડ બનાવ્યુહતુ
૭જુન ૧૯૪૭મા ગ્રાઉન્ડનુ નિર્માણ કર્યુ હતુ
પોરબંદરના અનેક યુવાને ક્રિકેટ ક્ષેત્રે કારકિદી બનાવી છે
પોરબંદરનુ દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ કલિન બોલ્ડ
પોરબંદરનાં રાજવીઓએ શહેરની મધ્યે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી હતી. આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટની તાલીમ લઈને અનેક યુવાનોએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. પરંતુ હવે આ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદરનાં ક્રિકેટરો માટે સ્વપ્નરૂપ બની રહેશે કારણ કે પોરબંદર – છાંયા નગરપાલીકાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ને ૩૦ વર્ષ માટે સંચાલન અને જાળવણી માટે આપી દીધુ છે અને પાછલા બારણે નગરપાલીકાએ એમ.ઓ.યુ.પણ કરી લીધા છે. આ એમ.ઓ.યુ.માં સ્થાનિક ક્રિકેટરોને રમવા માટે ગ્રાઉન્ડ જાેતુ હશે તો નગરપાલીકા મારફત સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ની મંજુરી લેવી પડશે. એમ.ઓ.યુ.માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.એ પોરબંદર-છાંયા નગરપાલીકાનાં કાંડા કાપી લીધા છે અને આંબા આંબલી બતાવવામાં આવ્યા છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software