પોરબંદરમાં બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ
14 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે
આજે પરીક્ષા કેન્દ્ર ખાતે બેઠક વ્યવસ્થા જોવા વિદ્યાર્થીઓ ઉમટી પડયા
ધો 10 અને 12 ના વિદ્યાર્થીઓ માં ઉત્સાહ
પોરબંદરની ડીવાઈન સ્કુલમા દેશની સંસ્કૃતિના દર્શન
પોરબંદરનાં બોખીરા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત શૈક્ષણિક સંસ્થા ડિવાઈન પબ્લિક સ્કુલ બાળકોમાં શિક્ષણની સાથે-સાથે સંસ્કારનું પણ સિંચન કરે છે. આ શાળાનો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેનું સંચાલન આર.જે.વિરાજ દ્વારા આગવી શૈલીમાં કરવામાં આવ્યું હતુ. તો આ શાળાનાં ગુજરાતી અને ઈગ્લીંશ મીડીયમનાં વિદ્યાર્થીઓ દ્વારા દેશનાં વિવિધ પ્રાંતોની સંસ્કૃતિને ઉજાગર કરતા લોક નૃત્ય રજુ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. એલ.ઈ.ડી. સ્ક્રીન સાથે જળહળતાં સાસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.
બરડા ડુંગર ની ગોદ માં શિક્ષક ની અનોખી સાધના
શિક્ષક એ દિપક છે જે સમાજ ને પ્રકાશિત કરી ને રાષ્ટ્ર ને તેજોમય બનાવે છે. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે રાણાવારા નેશ પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા કર્મયોગી શિક્ષક અશ્વિનભાઈ ભોઇ આ એ જળહળતો દિપક છે જેના કાર્ય એ સૌ કોઈ ને અનેરી સેવાકીય કાર્ય ની રોશની પ્રદાન કરી છે કહેવાય છે કે સરકારી સેવા જો સાધનામાં પરિમણે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય.. આજે વાત કરવી છે. પોરબંદરના એક એવા શિક્ષકની કે જેમણે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં રહેતા માલધારીઓના બાળકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન માટે સંકલ્પ લીધો છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software