પોરબંદરનાં સીમાડે છેલ્લા બે ત્રણ માસથી પોતાનો મુકામ બનાવનાર સિંહને સિંહપ્રેમીઓએ કોલંબસ નામ આપ્યું છે. આ સિંહ અવાર-નવાર ઓડદર રતનપર વિસ્તારમાં પશુઓનાં મારણ કરતો હતો તેમજ ઓડદરની ગૌશાળામાં પશુઓનાં મારણ કરતા વિવાદ થયો હતો. આ તો વનરાજા મન થાય ત્યાં મારણ કરે અને મુકામ કરે. પોરબંદર નજીકનાં દેગામ સહિતનાં વિસ્તારોમાં લટાર માર્યા બાદ કોલંબસ બરડા ડુંગરમાં પહોંચી ગયો છે. છેલ્લા પાંચ સાત દિવસથી ત્યાં મુકામ કર્યું છે.
ઓડદર ગૈાશાળના નુ કયાં થશે સ્થાળતર
પોરબંદર નજીકના ઓળદર ગૈાશાળા નજીક આવેલ ગૈાશાળામા ગત સોમવારની રાત્રીના સિંહે છ ગાયોના મારણ કરવાની સાથે છ ગાયો ને ઈજાગ્રસ્ત કરી હતી આ બનાવ ને પગલે પોરબંદર યુથ કોગ્રેસ અને જીવદયા પ્રેમીઓ આજે પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરવા માટે દોડી ગયા હતા
પોરબંદર સિંહે કર્યું મારણ
પોરબંદર વિસ્તારમાં છેલ્લા બે માસથી ગીરના સાવજે મુકામ કર્યો છે અવાર-નવાર આ વિસ્તારમાં પશુઓના મારણ કરે છે સોમવારની રાત્રીના પોરબંદર નગરપાલીકા સંચાલીત ઓડદરા ખાતેની ગૌ શાળામાં સિંહે મુકામ કર્યો હતો. ૬ ગાયોના મારણ કરવા ઉપરાંત ૬ ગાયોને ઈજા પહોંચાડી હતી આ ઘટનાની ગૌવ પ્રેમી લીલુબેન ભૂતીયા સહિતના આગેવાનોને થતાં તેઓ તાત્કાલીક ઓડદર ગૌ શાળા ખાતે દોડી ગયા હતા.
પોરબંદર ના આગણે સિંહ નું આગમન
સિંહના આગમન ને પગલે ખુશી
સિંહ ના આગમન અંગે તજજ્ઞો એ આપ્યા પ્રતિભાવ
વનરાજ ને દરિયા કિનારો અનુકૂળ
સિંહ કાયમી વસવાટ કરે તો અનેક ફાયદા
રવિવારે ચિંગરિયા ગામે ખેડૂતની વાડીમાં લટાર મારતા સિંહનો વીડિયો થયો વાયરલ : પોરબંદરના રતનપર, ઓડદર, પાતા અને ચીંગરિયા ગામને વનરાજે પોતાનું રહેઠાંણ બનાવ્યું
ઘેડઘુર જંગલમાં રહેતો વનનો રાજા સિંહ પણ સહેલગાએ નિકળ્યો હોય તેમ પોરબંદર જિલ્લાના દરિયા કિનારે સિંહ સહેલગાએ આવી પહોંચ્યો છે. ઘેડ પંથકનું રખોપું સાવજ કરી રહ્યો છે. રવિવારે વહેલી સવારે ચીંગરિયા ગામના એક ખેતરમાં સિંહ લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સિંહના આગમનના પગલે ઘેડના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
માંગરોળ અને આત્રોલી વિસ્તારને પોતાનું રહેઠાંણ બનાવનાર ગીરનો સાવજ હવે પોરબંદરનો મહેમાન બન્યો છે. છેલ્લા એક-દોઢ માસથી ઘેડ પંથકમાં સિંહની ડણખ સાંભળવા મળી રહી છે. માધવપુર, પાતા, ચીંગરિયા સહિત ગામોમાં સિંહ અવાર નવાર નજરે પડે છે અને છેક પોરબંદરના સીમાડા સુધી સિંહ દેખાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓડદર અને રતનપર વિસ્તારમાં દેખાતો સિંહ રવિવારે પાતા ગામે એક ખેડૂતની વાડીનો મહેમાન બન્યો હતો. જે રીતે ગીરના જંગલમાં લટાર મારતો હોય તેમ ખેડૂતની વાડીમાં લટાર મારી હતી. દરિયાકાંઠે આવેલી આ ખેડૂતની વાડીમાં સિંહને નજરે જાેઈ અને સ્થાનીકો રોમાંચીત બની ઉઠયા હતા અને આ વીડિયો ખૂબજ વાયરલ થયો હતો. ઘેડ પંથકમાં સિંહે મુકામ કરતા ઘેડ વિકાસ સમિતિના આગેવાન લીલાભાઈ પરમારે વન વિભાગ સમક્ષ અગાઉ એવી પણ રજૂઆત કરી હતી કે સિંહનો પોરબંદર અને ઘેડ વિસ્તારમાં કાયમી વસવાટ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જાેઈએ. કારણ કે સિંહના વસવાટથી પ્રવાસન વિભાગને વેગ મળવા ઉપરાંત અન્ય પણ કેટલાક ફાયદા છે.
દરિયાકાંઠા વિસ્તારનો આ સિંહ છે
સિંહ પ્રેમીઓના જણાવ્યા અનુસાર ગીરના જંગલમાં સિંહની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. જેના કારણે કેટલાક સિંહ પોતાના પરિવાર સાથે અમરેલી અને ગીર સોમનાથના દરિયાકાંઠાને પસંદ કરી અને ત્યાં જ વસવાટ કર્યો છે. દરિયાકાંઠે વસતા જ એક પરિવારનો આ સિંહ છે માંગરોળ આત્રોલીથી છેક પોરબંદર સુધીનો દરિયા કિનારો પસંદ છે અને આ વિસ્તારની જમીન પણ તેમન પસંદ હોવાનું કહેવાય છે.
Read Moreપોરબંદર ઘેડ માં સિંહ ને વસવાટ માટે શું છે માંગ ગીર મા વસવાટ કરતા વનરાજ એ પોતાનુ સામ્રાજય વધાર્યું હોય તેમ હોય તેમ હવે તે ગીર ની બહાર નિકળી રહયા છે. પોરબંદરના માધવપુર અને આંત્રોલી સહીત ના વિસ્તાર મા આટાંફેરા કરતા વનારાજા પોરબંદરના સીમાડા સુધી આવી પહોચ્યા હતા અને સીકોતેર માતાજીના મંદીર નજીક પશુ નુ મારણ કરી અને પોરબંદર મા હવે તેના બેસણા છે તેવો અહેસાસ કરવ્યો હતો. જોકે વનવિભાગ દવારા સિંહ ને ફરી ગીર મા લઈ જવાના પ્રયાસો શરૂ કરવામા આવ્યા છે
Read More7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software