પોરબંદર માછીમારો ની આર્થિક નાવ કેમ ડૂબવા ના આરે. ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. સાથે સાથે સરકારને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ રડી આપે છે. તેમ છતાં માછીમારોને સુવિધા આપવાનું તો દુર તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સરકાર ઉદાસીનતા સેવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે મત્સ્યોદ્યોગની કમર ભાંગી ગઈ છે. તો કુદરતી આફતો એ બેહાલ કર્યા છે. આવી સ્થિતીમાં માછીમારોની આર્થિક નાવ હવે ડૂબવાના આરે છે. તેવું કહેવાય છે હાલ માછલીના પૂરતા ભાવ નહીં મળતા હોવાના કારણે ભર શિયાળે માછીમારી બંધ કરવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે.
ફિશરીઝ વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન સર્વિસના સંયુક્ત ઉપક્રમે માછીમારોને મત્સ્ય કેચ્ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
ગુજરાતનો દરિયા કિનારો ૧૬૦૦ કિ.મી. લાંબો છે. જેના કારણે મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે અને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ સરકારને રડી આપે છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના વધતા જતા ભાવ અને કુદરતી આફતોના કારણે મત્સ્યોદ્યોગની આર્થિક કેળ ભાંગી ગઈ છે. માછલીનો ઓછો કેચ અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે માછીમારોની આર્થિક સ્થિતી દયનીય બની છે. ત્યારે હાલની માછીમારોની પરિસ્થિતીને ધ્યાને રાખીને નવા પરિવર્તન માટે સાગર ખેડૂને પણ દરિયામાં પોટેન્શીયલ ફિશીંગ ઝોનના આધારે સારી મચ્છીની કેચ જીપીએસ દ્વારા મળે અને દરિયામાં માછીમારી કરતા સાગર ખેડૂને હવામાન અંગે ડાયરેક્ટ માહિતી મળી રહે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફોર્મેશન સર્વિસીઝ વેરાવળના થેમેટીક એક્સપર્ટ અમીતભાઈ મસાણી અને પોરબંદર આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફિશરીઝના ડો. પરવેઝ દ્વારા સાગર ખેડૂને જાણકારી આપતા કહ્યું હતું કે આવતા દિવસોમાં ટ્રોલીંગ ફિશીંગને બદલે હુંક (વાંધા) ફિશરીંગ, કેચ ફિશીંગ અને જળ જેવી ફિશીંગમાં માછીમારો આગળ વધે તો સારી ક્વોલીટીની ફિશ ઓછા ખર્ચે મેળવી શકાશે. સમયની સાથે માછીમારીની પદ્ધતીમાં પણ ફેરફાર કરવો જાેઈએ તેવુ તજજ્ઞોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, કમીટીના સભ્યો, પૂર્વ પ્રમુખ નરશીભાઈ જુંગી, પૂર્વ વાણોટ સુનીલભાઈ ગોહેલ, સપ્લાયર એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ સહિતના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
Read Moreપોરબંદરનાં માછીમારોની દિવાળી શુકન વંતી બની રહી છે. છેલ્લા ૧૦ થી વધુ વર્ષ ની જે માંગો હતી. તે મોટા ભાગ ની માંગણીઓ નો સ્વીકાર થયો છે. તેને લય ને ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
પોરબંદર ખાતે ૨ ઓક્ટોબર ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ગાંધી ભૂમિ ની મુલાકાતે આવી રહ્યા છે મુખ્યમંત્રી ના પોરબંદર ની મુલાકાતે અનેક કાર્યોના શુભારંભ તો ખાત મુહુર્ત કરવામાં આવશે તેમજ ૨ ઓક્ટોમ્બર ના રોજ મુખ્યમંત્રી ના હસ્તે માછીમારો ની માપલા વાડી જગ્યા એ દ્રેજિંગ નું ખાત મુર્હૂત કરવામાં આવશે
હવામાન વિભાગ ની આગાહી ને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ફિશિંગ વિભાગ દ્વારા માછીમારો ને વોટ્સએપ પરિપત્ર દ્વારા જાણ કરી અને દરિયો ન ખેડવા સૂચના આપી છે તારીખ 10 સમ્પ્ટેમ્બર થી લય 13 સપ્ટેબર સુધી દરિયો ન ખેડવા સૂચન કર્યું છે અને દરિયામાં રહેલ બોટો ને પરત બોલાવાવની પણ સૂચના આપી દેવામાં આવી છે આ સાથે જ ટોકન ઇસ્યુ પણ બંધ કરવામાં આવ્યા છે જેથી બોટો 13 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડે તેવું જાહેર કરવામાં આવ્યું છે
સુભાષનગર પુલનું કામ કેમ પાણીમાં
પોરબંદર ના સુભાષ નગર તરફ જતા રસ્તા ઉપર પુલ બનાવની કામગીરી ચાલી રહી છે આ કામગીરી ગોકળગાઈ ની ગતિ એ ચાલતી હોવાના કારણે વાહન ચાલકો ને અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે પોરબંદરથી સુભાષ નગર તરફ જતા રસ્તા ઉપર અલગ અલગ 2 સ્થળો એ પુલ બનાવની કામગીરી ચાલી રહી છે છેલ્લા એક વર્ષ થી આ કામગીરી ધીમી ગતિ એ ચાલે છે
સરકાર ની બેદરકારી, મોંઘી પડે માછીમારી .
પોરબંદર શહેર અને જિલ્લા માં બુધવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો દરિયો તોફાની બનતા દીવાદાંડી નજીક ના દરિયા કિનારે એક બોટ ફંગોળાય હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ બોટ માં ભારે નુકસાન થયું છે બંદર માં બોટ પાર્કિંગ ની પૂરતી વ્યસ્થા નહીં હોવાને કારણે દરિયા માં રહેલી બોટ પર જોખમ ઉભું થયું છે
મુસીબત ના મોસમ માં માછીમારો ની વ્હારે કોણ ?
આ વર્ષે એકબાજુ વરસાદ એ હાહાકાર મચાવ્યો છે તો બીજી બાજુ દરિયા માં ખરાબ હવામાન ના પગલે અને તોફાન ના કારણે માછીમારો ને ચાલુ સીઝન એ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત ખારવા સમાજ ના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ સુનિલ ગોહેલ એ મુખ્યમન્ત્રી ને પત્ર લખી ને જાણ કરી ને જણાવ્યું છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software