પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે મત્સ્યોદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પોરબંદરના માછીમારોની પણ અનેક સમસ્યાઓ છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સોમવારે બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી અને માછીમારો સાથે વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. મોઢવાડિયાએ માછીમારોને લઈને એવું જણાવ્યું હતું
પોરબંદર માછીમારો ની આર્થિક નાવ કેમ ડૂબવા ના આરે. ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. સાથે સાથે સરકારને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ રડી આપે છે. તેમ છતાં માછીમારોને સુવિધા આપવાનું તો દુર તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સરકાર ઉદાસીનતા સેવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે મત્સ્યોદ્યોગની કમર ભાંગી ગઈ છે. તો કુદરતી આફતો એ બેહાલ કર્યા છે. આવી સ્થિતીમાં માછીમારોની આર્થિક નાવ હવે ડૂબવાના આરે છે. તેવું કહેવાય છે હાલ માછલીના પૂરતા ભાવ નહીં મળતા હોવાના કારણે ભર શિયાળે માછીમારી બંધ કરવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે.
ફિશરીઝ વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન સર્વિસના સંયુક્ત ઉપક્રમે માછીમારોને મત્સ્ય કેચ્ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
ગુજરાતનો દરિયા કિનારો ૧૬૦૦ કિ.મી. લાંબો છે. જેના કારણે મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે અને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ સરકારને રડી આપે છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના વધતા જતા ભાવ અને કુદરતી આફતોના કારણે મત્સ્યોદ્યોગની આર્થિક કેળ ભાંગી ગઈ છે. માછલીનો ઓછો કેચ અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે માછીમારોની આર્થિક સ્થિતી દયનીય બની છે. ત્યારે હાલની માછીમારોની પરિસ્થિતીને ધ્યાને રાખીને નવા પરિવર્તન માટે સાગર ખેડૂને પણ દરિયામાં પોટેન્શીયલ ફિશીંગ ઝોનના આધારે સારી મચ્છીની કેચ જીપીએસ દ્વારા મળે અને દરિયામાં માછીમારી કરતા સાગર ખેડૂને હવામાન અંગે ડાયરેક્ટ માહિતી મળી રહે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફોર્મેશન સર્વિસીઝ વેરાવળના થેમેટીક એક્સપર્ટ અમીતભાઈ મસાણી અને પોરબંદર આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફિશરીઝના ડો. પરવેઝ દ્વારા સાગર ખેડૂને જાણકારી આપતા કહ્યું હતું કે આવતા દિવસોમાં ટ્રોલીંગ ફિશીંગને બદલે હુંક (વાંધા) ફિશરીંગ, કેચ ફિશીંગ અને જળ જેવી ફિશીંગમાં માછીમારો આગળ વધે તો સારી ક્વોલીટીની ફિશ ઓછા ખર્ચે મેળવી શકાશે. સમયની સાથે માછીમારીની પદ્ધતીમાં પણ ફેરફાર કરવો જાેઈએ તેવુ તજજ્ઞોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, કમીટીના સભ્યો, પૂર્વ પ્રમુખ નરશીભાઈ જુંગી, પૂર્વ વાણોટ સુનીલભાઈ ગોહેલ, સપ્લાયર એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ સહિતના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
Read More© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software