આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પરણીને કેમ જશે દ્વારિકા
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ભવ્ય રીતે કરવામાં આવે છે. પ્રતિવર્ષ ચૈત્ર માસમાં તેરસનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી મધુવન જંગલમાં આવેલા ચોરીમાયરા ખાતે કરવામાં આવે છે. ભગવાન ચૌદશનાં દિવસે પરણી અને ફરી માધવરાય નીજ મંદિરે પહોંચે છે અને આ સમયે માધવપુરમાં ગુલાલની છોડો ઉડે છે.પરંતુ આ વર્ષે સરકારે ભગવાનનાં લગ્ન ઉત્સવનાં પ્રસંગને દ્વારીકા સાથે જાેડવાનો પ્રયાસ કર્યો છે. માધવપુર અને દ્વારકા આ બંન્ને ધર્મસ્થાનો ભગવાનનાં લગ્નોત્સવને લઈને જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવ બાદ તેમની પ્રતિકૃતી અને વેશભુષા સાથેની એક યાત્રા માધવપુરથી દ્વારીકા જશે જ્યાં દ્વારકાધીશ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગને લઈને પણ તંત્ર દ્વારા દ્વારીકામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શાર્કના શિકારીનો સરદાર કોણ ?
ગુજરાતનાં દરીયામાં ડોલ્ફીનની મદદથી શાર્કનાં શિકારનો પર્દાફાશ કરવાનો સુરક્ષા એજન્સીઓને જબરી સફળતા મળી છે. આસામની એક બોટમાંથી શાર્ક અને ડોલ્ફીન માછલીનાં જથ્થા સાથે દશ જેટલા શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા શખ્સોનાં દશ દિવસનાં રીમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તેમની પુછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેવી પણ શક્યતા જાેવા મળી રહી છે.
ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્રસંગ
માધવપુરમાં ભગવાનના લગ્ન લખાય
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજીના લગ્ન લખાયા
ધુળેટીના દિવસે લખાય છે લગ્ન
25 વાના ના લગ્ન લખાયા
મધવરાય મંદિરે થી નીકળે છે શોભાયાત્રા
મધુવન માં ફુલડોલ બાદ લગ્ન લખ્યા છે
લગ્ન લખાય ત્યારે રૂડા ગીત ગવાયા છે
પુણ્ય નું ભાથું બાંધવા નીકળેલા યાત્રાળુ ઓને રસ્તામાં કાળનો ભેટો.
અનેક અકસ્માતોના બનાવો સામે વધુ એક બનાવ પોરબંદર હાઇવે પર સામે આવ્યો છે....
પોરબંદરનાં દ્વારકા હાઇવે પર નાવદ્રાં ગામના પાટિયા પાસે છતિસગઢ થી યાત્રિકો થી ભરેલ જતી બસનો અકસ્માત થયો હતો... આ બસ દ્વારકા ખાતે દર્શન કરી ફરી સોમનાથ તરફ નીકળી હતી.. અને રસ્તા માં પેસેન્જર થી ભરેલ આ બસ CG 27 F 9988 ને ભારે અકસ્માત નડ્યો હતો.
પોરબંદર ના દ્વારકા હાઇવે ઉપર અકસ્માત નો ભય
ત્રણ માઈલ નજીક ઓવરબ્રિજ માંથી રોંગ સાઈડ માં વાહનો દોડે છે
અવારનવાર સર્જાય છે અકસ્માત
તંત્ર રસ્તો વનવે ક્યારે કરશે
પોરબંદર માં ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત
દ્વારકા થી શરુ થયેલી ભાજપ ની ગૌરવ યાત્રા નું આજે પોરબંદર ખાતે સમાપન થયું હતું. જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપના અધ્યક્ષ સી. આર.પાટીલ , કેન્દ્રીય મંત્રી ભાગવદ, તેમજ ભાજપ ના અગ્રણી ભરત ભાઇ બોઘરા સહિત ના ભાજપ ના ટોચ ના આગેવાનો જોડાયા હતા. અસ્માવતી રિવર ફ્રન્ટ ખાતે ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદામા ચોક ખાતે એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ગુજરાત ની વિકાસ ગાથા રજૂ કરી હતી
જામરાવલની મુલાકાતે જીલ્લા કલેકટર પુરગ્રસ્ત વિસ્તારોનુ નિરીક્ષણ કર્યું
દેવભુમિ દવારકા જીલ્લા ના જમરાવલ મા સંભવિત પુરની પરીસ્થીતી ધ્યાને રાખી અને એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામા આવી છે. અને જીલ્લા કલેકટર મુકેશ પંડયા એ જામરાવલ ની મુલાકાત લીધી હતી અનેે પાલીકા કચેરી ખાતે મામલતદાર અને પાલીકાના પ્રમુખ મનોજ જાદવ અને શહેરના આગેવાનો સાથે મીટીગ યોજી ર્ચચા વિચારણા કરી હતી
મિયાણી પંથકમાં પૂરના પાણીએ પાકનો સોથ વાળ્યો... દેવભૂમિ દ્વારકા જિલ્લા માં પડેલા ભારે વરસાદ ને કારણે મિયાણી નજીક આવેલ મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થતા ડેમ ની આસપાસ ના ખેતરો પાણી થી તરબોળ થયા છે.ડેમ નું પાણી ખેતરો માં ફરી વળતા મગફળી ના પાક ને નુકસાન થયું છે
કચ્છ ની ગાયો એ દ્વારકા માં ભગવાન શ્રીકૃષ્ણ ના મંદિર માં દર્શન કર્યા ની ઐતિહાસકિ ઘટના.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software