પોરબંદર જીલ્લામા ખનીજચોરોને કેવો લાગ્યો ડામ
પોરબંદર જીલ્લામા ગેરકાયદે ખાણો વર્ષોથી ધમધમી રહી છે અત્યાર સુધીમા કરોડો રૂપીયાની ખનીજચોર સામે આવી છે ત્યારે તાજેતરમા કુછડીગામે સ્ટેટ મોનીટરીગ સેલના દરોડા પડવામા આવ્યા હતા અને ૧પ ખાડામાંથી ખનીજચોરી ઝડપી લીધી હતી અને સર્વે દરમ્યાન ચાર કરોડની ખનીજચોરી સામે આવી છે
પોરબંદરના દરીયામા શું બની ધટના જુઓ..
પોરબંદરના દરીયામા ગાઢ ધુમ્મસ
બપોરના સમયે એકાએક ધુમ્સસ જોવા મળી
સૈારાષ્ટ્ર-કરછમા હીટવેવની આગાહી
પોરબંદરમા આકારા તાપની અસર જોવા મળી
આ વખતે ઉનાળો આકરો રહેશે
પોરબંદરમા શિવ-પાર્વતીને સુવર્ણ અંલકારોનો શણગાર
પોરબંદર શહેરમા આમતો પૈારાણિક અનેક શિવાલયો આવેલા છે તેમનો ઈતિહાસ પણ એટલો જ સુવર્ણ છે.પોરબંદરમા એક એવુ શિવાલય છે જયાં મહાશિવરાત્રના દિવસે મહાદેવ અને મા પર્વતીને સોના ચાંદીના આભુષણોનો શણગાર કરવામા આવે છે.એ મંદિર છે પોરબંદરના ભોજેશ્વર પ્લોટમા આવેલુ ભોજેશ્વર મહાદેવનુ મંદિર આજે મહાશિવરાત્રીના દિવસે સુવર્ણ અલકારનો શણગાર મહાદેવને કરવામા આવ્યો હતો અનેદર્શન કરી શ્રધ્ધાળુઓ એ ધન્યતાની લાગણી અનુભવી હતી
રાણાવાવની જામ્બુવન ગુફાનો શુ ઈતિહાસ
પોરબંદર નજીક આવેલ જાંબવત ની ગુફા આવેલ છે.આ ગુફા સાથે રામાયણ થી મહાભારત સુધી નો ઇતિહાસ જાેડાયેલ છે.તો સાથો સાથ આ ગુફા માંથી ટપકતા પાણી ને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉતપન્ન થાય છે.આ ગુફા અંદાજે ૯૦૦૦ વર્ષ જૂની હોવા ની માનવામાં આવે છે.ભગવાન શ્રી રામ ના અવતાર માં ભગવાન રામ ને લંકા સુધી પોહચવા સમુદ્ર સેતુ બાંધવા માં મદદ રૂપ થનાર જાંબવત સાથે જાેડાયેલ છે.જાંબવત પોતાની પુત્રી જાંબુવતી સાથે અહીં રહેતા હતા.ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબવત ની ગુફા માં પોહચિયા હતા.ત્યાર બાદ ગુફા માં સતત ૧૮ દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબવત વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું.અને અંતે જાંબવતે પોતાની પુત્રી જાંબુવતી ના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણ ને કન્યાદાન માં આપી હતી.
પોરબંદરવાસીઓ રોજ કેટાલ બટેટા-ડુંગળી આરોગે છે
ગુજરાતીઓ ખાવાનાં શોખીન છે અને શિયાળો આવતાં જ લીલા શાકભાજીનાં ઢગલા જાેવા મળે છે તો નવી ડુંગળીની પણ આવક શરૂ થઈ ગઈ છે. પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં નિયમિત ર૦૦ થી ૩૦૦ બાચકા ડુંગળીની આવક જાેવા મળી રહી છે. તો તેની સામે ૩૬ ટન બટેટાની પણ આવક જાેવા મળી રહી છે. આવકને જાેતાં પોરબંદરવાસીઓ નિયમિત ૧ર૦૦૦ કિલો ડુંગળી અને ૩૬ ટન બટેટા આરોગી જાય છે. રસોઈમાં ડુંગળી અને લસણ બન્નેનો રોજીંદો ઉપયોગ થતો હોય છે. જેને કારણે પોરબંદરમાં નિયમિત ૧ર૦૦૦ કિલો ડુંગળીની આવક જાેવા મળી રહી છે. વેપારીનાં જણાવ્યાં અનુસાર પોરબંદરનાં યાર્ડમાં માંગરોળ ઉપરાંત પોરબંદરનાં આસપાસનાં વિસ્તારોમાંથી હાલ નવી ડુંગળીની મબલક આવક જાેવા મળી રહી છે
બે માસની બાળકી સાથે નિર્દયતા કોણે આચરી
આજ આરોગ્ય ક્ષેત્રે પણ ભારતનો સમગ્ર વિશ્વામા ડંકો વાગી રહ્યો છે કોરોના વેકસીનની શોધ કરનાર ભારત દેશમા આજે પણ કેટલાક ગામડાઓમા અંધશ્રધ્ધા અને ઉટ વૈદના માધ્યમથી રોગ મટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આવીજ એક ધટના પોરબંદર જીલ્લાના કાટવાણા ગામે માલદેવાળી સીમ વિસ્તારમા બની હતી બે માસની બાળકીને શરદી અને કફના કારણે ભરાણી થતા તેમને સારવાર માટે હોસ્પીટલે લઈ જવાના બદલે કથિત ઉટવૈદુ કરતા શખ્સ પાસે લઈ જઈ અને લોખંડના સળીયા વડે ડામ દેવામા આવ્યા હતા જેને પગલે બાળકીની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી આ બનાવમા પોલીસે કથિત કહેવાતા ઉટ વૈદને ઝડપી લીધો હતો આ ઉપરાંત બાળકીની માતા સામે પણ ફરીયાદ નોંધી છે.
પોરબંદરના સુદામાચોકમા કયા કારણે આફત
પોરબંદરમા સ્ટ્રોમ વોટર ડ્રેઈન ની કામગીરી
વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી
આડધડ કામગીરીથી લોકોમા રોષ
સુદામાચોક નજીક કામગીરી
બેદરકારીના કારણે લોકોના જીવ ઉપર જાેખમ
પોરબંદરની સુભાષનગરની ધટનાના ઘેરા પડધા
પોરબંદરમા થોડા દિવસો પૂર્વે સુભાષનગર વિસ્તારના ત્રણ યુવાનોને બુટલેગર સહિતના શખ્સોએ મારમારીયો હતો આ બનાવને લઈભારે વિવાદ થયો હતો તેના ઘેરા પ્રત્યાધાતો પડયા હોય તેમ યુવાનો ઉપર હુમલો કરનાર બુટલેગર પવન ગોપાલ ચામડીયા અને માથાભારે શખ્સ દિવ્યેશ ખીમજી લોઢારી વિરુધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશના પીઆઈ એસ. બી સાળુકે એ પાસાની દરખાસ્ત તૈયાર કરી અને જીલ્લા મેજીસ્ટેટ્રને અશોક શર્માને મોકલતા તેમણે દરખાસ્ત મંજુર કરી અને બન્ને શખ્સોને પાસા હેઠળ જેમા ધકેલવાનો હુકમ કર્યો હતો વોરન્ટના આધારે એલસીબી એ બન્ને શખ્સની અટકાયત કરી અને બુટલેગર પવન ગોપાલ ચામડીયાને અને દિવ્યેશ ખીમજી લોઢારીને વડોદરા અને સુરતની જેલમા ધકેલી દીધા છે.
પોરબંદરના વૈષ્ણવો જતીપુરામા ગિરીરાજજીનો કરશે જયજય કાર
જતીપુરમા આવેલા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ વિશેષ ર્ધામિક મહત્વ રહેલુ છેે અને વૈષ્ણવો આ પરિક્રમા કરી અને પુણ્યનુ ભાથુ બાંધે છે ત્યારે પોરબંદર ગોવિંદ નિકેતન હવેલીના પ.પૂ.ગો૧૦૮ જયવલ્લભલાલજી મહોદયશ્રી ની નિશ્રામા જતીપુરામા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા .૧૩ ફેબ્રુઆરીને સોમવારે શ્રીનાથજીના પાટોત્સવના દિવસથી દંડવતિ પરીક્રમાનો પ્રારંભ થશે જેમા પોરબંદર સહિત સૈારાષ્ટ્રના થી પાંચ હજારથી પણ વધુ વૈષ્ણવો જાેડાશે શુક્રવારે ટ્રેનમા પોરબંદર થી મોટી સંખ્યામા વૈષ્ણવો જતીપુરા જવા માટે રવાના થયા હતા અને પરિક્રમાને લઈ ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતોજતીપુરામા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ ખાસ મહત્વ છે
પોરબંદમા બાળકો કેમ બિમારીમા સપડાયા
પોરબંદરમા આ વર્ષે ભારે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમા રાહત જાેવામા મળી રહી છે પરંતુ સવારના સમયે ઝકળ અને ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે તો બપોરના સમયે આકરો તાપ પડી રહ્યો છે દિવસ દરમ્યાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેેને કારણે ખાસ કરીને બાળકોમા વાયરલ ઈન્ફેકશન જાેવા મળી રહ્યુ છે. બાળકોમા તાવ,શરદી અને ડાયેરીયા જાેવા મળી રહ્યા છે જેને કારણે બાળકોની હોસ્પીટલમા ભારે ભીડી જાેવા મળી રહી છે.
પૉરબંદર તાલુકાના ધેડ વિસ્તારમાં રવિ પાક તરીકે ચણા નું હજારો હેકટરમા મા ખેડુતો દ્વારા વાવૅતર કરવામાં આવે છે અનૅ દર વર્ષે સરકાર દ્વારા થતી ટેકાની ભાવની ખરીદી માટે પૉરબંદર ૫૦ થી ૬૦ કી.મી દૂર પોતાનોૅ તૈયાર ચણા નૉ પાક ભરીને આવવું પડે છે
પોરબંદર જિલ્લામાં રાણાવાવમાં પુરવઠા વિભાગનાં અનાજ કૌભાંડ બાદ પોરબંદર મામલતદાર કચેરીનાં મધ્યાહન ભોજન શાખાનું કૌભાંડ બહાર આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે. કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક શખ્સે મધ્યાહન ભોજન સંચાલકનાં ૪ બનાવટી નિમણૂંક પત્ર મામલતદારની સહી સાથે આપી અને કૌભાંડ આચર્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.
પોરબંદર શહેરમા મટન માર્કેટનો મુદો ચર્ચામા છે આ વ્યવસાય સાથે જાેડાયેલા ધંધાર્થીઓને એનઓસી લેવા પાલીકા એ આદેશ કર્યો છે આ મુદે ધંધાર્થીઓ સમય આપવા માંગ કરી છે.
પોરબંદર શહેરના વોર્ડનં ૭ મા ભવાના ડેરીની સામેથી સુભાષનગર તરફ જતા રસ્તો તેમજ લાકડાના પાલા વિસ્તારોના રસ્તાનુ તાજેતરમા જ નવિનકરણ કરવામા આવ્યુ હતુ તેમા મસમોટ ગાબડા પડી ગયા છે જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોનુે ભારે મુશ્કેલી પડી રહી છે.આ રસ્તાનુ સમારકામ કરવા આ વિસ્તારના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સુર્યાએ પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસરને રજુઆત કરી હતી
પોરબંદર શહેરમાં ટ્રાફીકની સમસ્યા વિકરાળ બનતી જાય છે જેને કારણે અકસ્માતની ઘટનાઓ પણ અવાર-નવાર બને છે. તેવા સમયે એક સ્કુલ રીક્ષા પલ્ટી મારી ગયાનો વિડીયો સોશ્યલ મીડીયા ઉપર ફરી રહ્યો છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું પણ કહેવાઈ છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software