પોરબંદરમાં શોભાયાત્રાના પ્રારંભે મહેર સમાજના આગેવાનોએ શું કહ્યું ?
પોરબંદરમાં ભવ્ય શોભાયાત્રા
ભાગવત સપ્તાહ પૂર્વે શોભાયાત્રા
ઇન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ભવ્ય આયોજન
સાંદિપની ખાતે થી શોભાયાત્રાનો પ્રારંભ
અશ્વ અને બગી સાથેની શોભાયાત્રા
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા બગીમાં બિરાજમાન
શહેરના માર્ગો ઉપર ભવ્ય સ્વાગત
ઘેડના કયા ગામમા થયા ખજુરના ઢગલા
માધવપુર ઘેડ થી ૧૫ કિમી દુર આવેલ ઘોડાદર ઘેડ ખાતે ધૂળેટી ના પાવન પર્વ નિમિતે ગજપીર બાપા ની દરગાએ ભવ્ય લોક મેળા નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હિન્દુ મુસ્લિમ ની એકતા દર્શન થયા હતા
માંગરોળ તા ના ઘોડાદર માં આવેલ ગંજપીર બાપા ની દરગાહખાતે ધુળેટીના દિવસે હજારો ની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં દર વર્ષે ગંજપીરબાપા ની માનતામા ખજુર ચડાવામા આવે છે. ગંજપીરની ખજુર ચડવાની માનતા કરવામા આવેતો દુઃખ દર્દ દુર થાય છે તેવી એક માન્યતા રહેલી છે આથી ધુળેટીના દિવસે લોકો ખજુ ર ચડાવે છે. ગ્રામ જનો ધૂળેટી ને દિવસે હિન્દુ અને મુસ્લિમ ની એક્તા સાથે મળી ને મેળાનું ભવ્ય આયોજન કરવા માં આવે છે તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓ માટે વહેલી સવાથી લઈને સાંજ સુધી ભોજન ની પ્રસાદી નું આયોજન પણ કરાય છે ને હજારો ની સંખ્યામા લોકો પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે
આજ સમયમા દુષ્કર્મની ઘટના અવાર નવાર બનતી રહે છેે ત્યારે પોરબંદરની એક મહિલાને તેમના બે બાળકોના ભરપોષણની અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે શારીરીક સંબધો બાંધ્યા હતા અને ત્યાર બાદ મહીલાને મારકુટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અંતે મહિલા એ ફરીયાદ નોંધાવી છે.
ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્રસંગ
માધવપુરમાં ભગવાનના લગ્ન લખાય
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજીના લગ્ન લખાયા
ધુળેટીના દિવસે લખાય છે લગ્ન
25 વાના ના લગ્ન લખાયા
મધવરાય મંદિરે થી નીકળે છે શોભાયાત્રા
મધુવન માં ફુલડોલ બાદ લગ્ન લખ્યા છે
લગ્ન લખાય ત્યારે રૂડા ગીત ગવાયા છે
પોરબંદરના બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિગનુ શસ્ત્ર કોને ઉગામ્યુ ?
પોરબંદરનાં જાણીતા બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે. બિલ્ડરે મેમણવાડા વિસ્તારમાં આવેલી એક મિલ્કત પચાવી પાડી હતી અને તેનો ઉપયોગ રહેણાંક તથા અંગત કારણોસર કરતા તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ છે. આ બિલ્ડર અવાર-નવાર એનકેન પ્રકારે વિવાદમાં રહેતા હોવાનું પણ કહેવાય છે.
પોરબંદર જીલ્લામા પ્યાસીઓની હોળી ધુણધાણી
પોરબંદર જિલ્લામાં હોળી ઘુળેટીનાં તહેવારમાં વિદેશી દારૂની રેલમછેમ બોલે તે પહેલા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ગોઢાણાની હોલડી નેશ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી અને પોલીસે એક શખ્સને વિદેશી દારૂની ૭ર બોટલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભાવપરા, ગીતાનગર અને ચુના ભઠ્ઠા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો.
પોરબંદર શહેર મા સ્ટ્રોમ વોટર ડ્રેઈન કામગીરી શહેરના વિવિધ વિસ્તારમા ચાલી રહી છે. આ કામગીરી બેદરકારી રીતે ચાલી રહી છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ શહેરના લાતી બજાર વિસ્તારમા આ કામગીરી શરૂ કરવામા આવી છે પરંતુ ખાડા ખોદી અને છેલ્લા એક સપ્તાહથી કામ અધુરૂ છોડી દેવામા આવતા સ્થાનીક વેપારીઓની હાલત કફોડી બની છે અને પાલિકાની બેદરકારી સામે આક્રોશ જાેવા મળી રહ્યો છે વેપારીઓના જણાવ્યા અનુ સાર ખાડા ખોદી ને કામ અધુરુ છોડી દેવામા આવ્યુ છે જેને કારણે તેમને કારણે રાહાદરીઓ અને વાહન ચાલકો તેમજ પશુઓ આ ખાડામા ખાબકે તેવો ભય સેવાઈ રહ્યો છે એટલુ જ નહીં ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડી રહી છે
પોરબંદર શહેર માં રેઢિયાળ પશુઓનો ત્રાસ
સોની બઝારમાં અખલાનો આતંક
દુકાનો થઈ બંધ
સોની બજારમાં ભયનો માહોલ
શહેરમાં આખલાનો ત્રાસ કયારે દૂર થશે
પોરબંદરના સેવાભાવી મહીલા કેમ રડી પડયા
સુદામાનગરી એટલે સેવાની નગરી. પોરબંદરમાં અનેક સેવાભાવી સંંસ્થાઓ જરૂરીયતામંદ પરિવારો, ગાય, શ્વાન, ખિસકોલી અને કીડી માટેનો પણ સેવાયજ્ઞ ચલાવે છે પરંતુ સેવામૂર્તિનાં દર્શન કરવા હોય તો ક્રિષ્નાબેન ત્રિવેદી. આ મહિલાની ઉંમર પપ વર્ષની છે. છેલ્લા ર૦ વર્ષથી તેઓ ગાય, શ્વાન અને ખિસકોલી માટે અનોખો સેવાયજ્ઞ ચલાવે છે. આ મહીલા ને ગાય અને શ્વાન પ્રત્યે એટલો લગાવ છે કે તે સેવાકાર્યની વાત કરતી વેળાએ રડી પડયા હતા સેવાકાર્યની વાત કરીએ તો ક્રિષ્નાબેન રોજ ૧પ કિલો ચોખાની ખીર બનાવે છે જેનાં ૬૦૦ રૂપિયાનાં દુધનોઉપયોગ કરે છે. પ કિલો ખાંડનો ઉપયોગ કરે છે અને તેમની ખીર બનાવે છે. આ ઉપરાંત શાક માર્કેટમાંથી નિયમિત ર૦૦ કિલો શાકભાજી ખરીદે છે તેમજ ૩ થી ૪ કિલો જલેબીની લારી ભરી અને રાત્રીનાં ૧૧ વાગ્યે તેઓ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોતે એકલા ફરે છે નિયમિત ૩૦૦ જેટલા શ્વાનને ખીર ખવડાવે છે. ર૦૦ થી વધુ ગાયને લીલુ શાકભાજી ખવડાવે છે તેમજ ખાડી કાંઠા વિસ્તારમાં ખિસકોલીને જલેબી ખવડાવે છે.
પોરબંદર પંથકના શખ્સને હથિયાર કોણે આપ્યુ ?
પોરબંદરના રાણાવાવના એક હથિયાર કેસમા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામા આવ્યો હતો પોરબંદર એસઓજીએ મોરબીથી ઝડપી લીધો હતો
રાણાવાવ પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોરબંદર એસઓજીના પીઆઈ એચ બી ધાંધલ્યા અને તેમની ટીમ દ્રારા કામગીરી કરવામા આવી હતી આદિત્યાણાના એક ફાયરીંગ પ્રકરણમા મુખ્ય આરોપીને હથિયાર આપવામા મુળ જાેડીયા ગામના હાલ મોરબી ખાતે રહેતા અને ડ્રાઈવીગનો વ્યવસાય કરતા યુસુફ અસલમ ખુરેશીનુ નામ ખુલ્યુ હતુ
પોરબંદર તાલુકાનાં ભાવપરા ગામે એક શખ્સે ગ્રામ પંચાયતનાં અલગ-અલગ જેટલા ૮ જેટલા ડસ્ટબીન કુહાડી વડે તોડી નાખ્યા હતા અને જાહેરમાં ભુંડી ગાળો બોલીને આતંક મચાવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરનાં ભાવપરા ગામે રહેતા સવદાસ કારા ગોઢાણીયા નામનાં શખ્સે ગામમાં આતંક મચાવ્યો હતો. કુહાડી વડે ગામમાં આવેલા અલગ-અલગ ૮ જેટલા ડસ્ટબીન તોડી નાખ્યા હતા અને કચરો જાહેરમાં ફેંકી દીધો હતો.
પોરબંદર જિલ્લામાં માવઠા ની ભીતિ
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા
રવીપાક સલામત સ્થળે રાખવા જણાવ્યું
કેરીના પાકને પણ નુકશાની ની ભીતિ
પોરબંદર કેમ અભડાયું ?
પોરબંદર શહેરમાં દારૂ, જુગાર અને નશીલા પદાર્થ જેવી પ્રવૃતિઓ છાનેખુણે ચાલી રહી છે. પરંતુ પોરબંદરનાં દેહવ્યાપારનો બનાવ ક્યારેક જ સામે આવે છે ત્યારે પોરબંદરનાં કર્લી પુલ નજીકનાં મફતીયાપરા વિસ્તારમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયુ હતું. કુટણખાનુ ચલાવતી મહિલા તેમજ બે પુરૂષ અને બે મહિલાને પોલીસે ઝડપી લેતા સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાેવા મળી રહી છે.
પોરબંદર મહિલા પોલીસને સો-સો સલામ
પોરબંદરમાં સાસરીયાએ ગર્ભવતી મહિલાને તરછોડી દેતા પોલીસે પ્રસુતિ સમયે પિયર પક્ષની જવાબદારી નિભાવી છે. પોલીસે પિયર પક્ષ બની ગર્ભવતી મહિલાની પ્રિ મેચ્યોર ડિલિવરી સિઝેરિયન કરાવવાનું પ્રેરણાદાય સત્કાર્ય કર્યું છે.
પોરબંદરમાં ગર્ભવતી મહિલાનું પિયર પોલીસ બની હોવાનો પ્રેરણાદાય કિસ્સો સામે આવ્યો છે. મહિલા ગર્ભવતી હોય અને તેને સાસરીયાએ તરછોડી દીધી હોવાનો બનાવ બન્યો છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software