પોરબંદર જીલ્લામા ચૈત્રમા અષાઢે કયા વરસ્યો વરસાદ
પોરબંદર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવા સમયે ગુરૂવારે પોરબંદરમાં અષાઢી માહોલ જાેવા મળ્યો હતો. ભારે પવન શરૂ થયો હતો અને જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડુતોનાં ચહેરા ઉપર ચિંતાનાં વાદળો ઘેરાયા હતા.
આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પરણીને કેમ જશે દ્વારિકા
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ભવ્ય રીતે કરવામાં આવે છે. પ્રતિવર્ષ ચૈત્ર માસમાં તેરસનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી મધુવન જંગલમાં આવેલા ચોરીમાયરા ખાતે કરવામાં આવે છે. ભગવાન ચૌદશનાં દિવસે પરણી અને ફરી માધવરાય નીજ મંદિરે પહોંચે છે અને આ સમયે માધવપુરમાં ગુલાલની છોડો ઉડે છે.પરંતુ આ વર્ષે સરકારે ભગવાનનાં લગ્ન ઉત્સવનાં પ્રસંગને દ્વારીકા સાથે જાેડવાનો પ્રયાસ કર્યો છે. માધવપુર અને દ્વારકા આ બંન્ને ધર્મસ્થાનો ભગવાનનાં લગ્નોત્સવને લઈને જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવ બાદ તેમની પ્રતિકૃતી અને વેશભુષા સાથેની એક યાત્રા માધવપુરથી દ્વારીકા જશે જ્યાં દ્વારકાધીશ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગને લઈને પણ તંત્ર દ્વારા દ્વારીકામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પોરબંદરમાં ફાયરિંગ કરનાર શખ્સ બે હથિયાર સાથે ઝડપાયો
પોરબંદર શહેરમા ગત તા.૧૩ માર્ચનાં રોજ ધોળે દિવસે ફાયરીંગની ધટના બનતા શહેરભરમા ભારે ચર્ચા જાેવા મળી હતી બોખીરા વિસ્તારમા રહેતા પંજાબી શખ્સોને ડુકકર પકડવાના કોન્ટ્રાકટને લઈ માથાકુકટ ચાલતી જેને લઈ અને એક પ્રૈાઢ ઉપર ચાર રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હતું આ બનાવમાં કુલ ચાર જેટલા આરોપીનાં નામ ખુલ્યા હતાં તે પૈકીનાં એક મુખ્ય આરોપીને ઝડપી લેવામાં એલસીબી અને પેરોલફર્લો સ્કોર્ડને સફળતા મળી છે અને આ શખ્સ પાસેથી પોલીસે બે હથીયાર અને જીવતા કાર્ટીસ કબ્જે કર્યા છે.
પોરબંદર છ કલાક મા કેટલા રોટલા તૈયાર થયા જુઓ વિડીયો
પોરબંદરમાં સમયગૃપની સેવા સરાહનીય છે.પરમહંશો, પશુ-પંખીઓ અનેજરૂરીયાતમંદ પરિવારના બાળકો માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે.ખાસ કરીને શ્વાન માટે સમયાંતરે રોટલા બનાવવામાં આવે છે અને તે પણ ધીઅને ગોળવાળા રવિવારે ૧,૩૧૩જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા.તે શહેરના વિવિધ વિસ્તારોમા ફરી અને શ્વાન અને ગાયોને ખવડાવામા આવ્યા હતા પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુપંખીઓ માટે અનેકવિધસેવાકાર્યો કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા શ્વાન ભુખ્યા નરહે તે માટે સેવાભાવીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા દુધ, બિસ્કીટ અને રોટલા ખવડાવવામાં આવે છે.
પોરબંદરની વિધાર્થીનીને સોશ્યલ મીડિયાનો કડવા અનુભવ
સોશીયલ મીડીયાનાં યુગમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને આ અંગની ફરીયાદો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આવી જ એક ઘટનાં પોરબંદરમાં પ્રકાશમાં આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈ.ડી.બનાવી ફોલોઅર્સ માટે રીકવેેસ્ટ મોકલી વિદ્યાર્થીનીને માાનસીક ત્રાસ આપ્તો હતો.
પોરબંદરની ચોપાટી ખાતે કેમ થઈ ભાગદોડ
પોરબંદર શહેરમાં આખલાઓની રંજાળ સામાન્ય બની ગઈ છે. અવાર-નવાર યુધ્ધે ચડીને લોકોને અડફેટે લેવા ઉપરાંત વાહનોનો પણ કચ્ચરઘાણ કાઢી નાખે છે. પોરબંદરની ચોપાટી ઉપર વહેલી સવારે હાથીવાળા ગ્રાઉન્ડમાં બે આખલા યુધ્ધે ચડ્યા હતાં. જેને પગલે ભારે નાશભાગ મચી ગઈ હતી.
પોરબંદર પોલીસ સાથે સુરતમા શુ બની ધટના
પોરબંદરનાં કમલાબાગ પી.એસ.આઈ. સહિતનાં ત્રણ કર્મચારી ઉપર સુરતનાં ઈચ્છાપુરમાં હુમલાની ઘટના બની હતી. છેતરપીંડીનાં કેસમાં આરોપીને પકડવા ગયા તે દરમ્યાન આ બનાવ બન્યો હતો. હુમલો કરીને નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવામાં સુરત ડી.સી.પી.ને સફળતા મળી છે.
પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાએ ક્યાં બોલાવી બઘડાટી
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ
છેલ્લા બે દિવસથી વરસાદ
આજે સોમવારે ફરી વરસાદ
સીમર અને આસપાસના ગામોમાં વરસાદ
પાકને નુકશાન થવાની ભીતિ
બરડામાં ખેડૂતની મહેનતને આગ ભરખી ગઈ
શીંગડા ગામ ની સિમ વિસ્તારમાંઆગ વીજ લાઈન શોર્ટ સર્કિટ થતા આગ
ખેડૂતના ઘઉંના ઉભા પાક માં લાગી આગ
મોટાભાગ નો પાક બળી ને ખાખ
સ્થાનિકો દ્વારા આગને કાબુમાં મેળવવા પ્રયાસ
રજુઆત છતાં વીજ તંત્ર ઊંઘ માં
ખેડૂતને ભારે નુકશાન
બરડા પંથકની વર્તુ નદીમા ઉનાળે પુર
પોરબંદરનાં બરડા પંથકનાં ખેડુતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી કારણ છે વર્તુ – ર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ પાક માટે સિંચાઈનાં પાણીની જરૂરીયાત હોવાથી ખેડુતોએ વર્તુ – ર ડેમમાંથી પાણી છોડવા માટેની માંગ કરી હતી. જેને પગલે આજે શનિવારે પ૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્યું છે.
પોરબંદરમા વેપારીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ
પોરબંદરનાં વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા એક પ્રોઢૈ ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આઠ-દશ લોકો પાસે ઉઘરાણી બાકી હોય અને તે પૈસા નહીં આપતા આ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોરબંદરમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી
પોરબંદરમાં પાગલે આતંક મચાવ્યો
લીમડાચોકમાં ભરેભાગદોડ
પાગલે પથ્થરોના છુટા ઘા કર્યા
પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ
શાર્કના શિકારીનો સરદાર કોણ ?
ગુજરાતનાં દરીયામાં ડોલ્ફીનની મદદથી શાર્કનાં શિકારનો પર્દાફાશ કરવાનો સુરક્ષા એજન્સીઓને જબરી સફળતા મળી છે. આસામની એક બોટમાંથી શાર્ક અને ડોલ્ફીન માછલીનાં જથ્થા સાથે દશ જેટલા શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા શખ્સોનાં દશ દિવસનાં રીમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તેમની પુછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેવી પણ શક્યતા જાેવા મળી રહી છે.
પોરબંદરમા જલારામબાપાને ડ્રાઈફુટવાળા રોટલાનો ભોગ
પોરબંદરમાં નવું અને જુનું એમ બે જલારામ મંદિર આવેલા છે. અહિં જલારામ જયંતી ઉજવણી સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવા જલારામ મંદિર ખાતે દર ગુરૂવારે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. તા.૧૬ માર્ચ ને ગુરૂવારે નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જલારામ બાપાને પપ૧ રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ રોટલા મનોરથનાં દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. પોરબંદરનાં નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પપ૧ જેટલા રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. જેમાં ઘી વાળા તેમજ ડ્રાયફ્રુટ વાળા રોટલા બનાવવામાં આવ્યા હતા. મનોરથ બાદ આ રોટલા પ્રસાદી સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામાં આવ્યા હતા.
દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારીઓ નો કાળો પંજો
દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારી ઝડપાયા
કોસ્ટગાર્ડ અને પોરબંદર એસઓજીનું ઓપરેશન
વનવિભાગ પણ જોડાયું
આસામની બોટમાંથી 10 શખ્સો ને ઝડપી લીધા
શાર્ક અને ડોલ્ફિનના મૃતદેહ કબ્જે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software